
વૌષ્ણોદેવી ધામમાં આ વર્ષે 96 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું
નવી દિલ્હીઃ દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવી ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. દરમિયાન આ વર્ષે 96 લાખ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીની પવિત્ર ગુફાના દર્શન કરવા પહોંચ્યા હતા. વર્ષ 2012 પછી વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા યાત્રિકોની આ સૌથી વધુ સંખ્યા છે. 2012માં લગભગ 1 કરોડ 4 લાખ લોકો પવિત્ર ગુફાના દર્શન કરવા આવ્યા હતા. તાજેતરમાં રજૂ કરાયેલા સ્કાયવોક ભીડના સંચાલનમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં માતા વૈષ્ણોદેવી ભવન અને દુર્ગા ભવનમાં ઘણી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. વૈષ્ણોદેવી ભવન અને ભૈરો મંદિર વચ્ચે રોપ-વે માટે ઓનલાઈન બુકિંગ શરૂ થવાથી મુસાફરો ખૂબ જ આરામદાયક અનુભવી રહ્યા છે. જો કે, માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા તારાકોટ માર્ગ અને સાંઝી છટ વચ્ચે રૂ. 250 કરોડના રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપવાથી કટરાના સ્થાનિક લોકો કંઈક અંશે નિરાશ છે. આ પ્રોજેક્ટના વિરોધમાં કટરાના લોકોએ બંધનું એલાન આપ્યું હતું. તેમનું કહેવું છે કે જો આવું થશે તો ટ્રાવેલ સાથે જોડાયેલા ઘણા લોકોની નોકરી જશે.
દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે. આ દર્શનાર્થિઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.