1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતની ટિપ્પણી, વધુ સમર્થન માટે જશે ગુજરાત
ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતની ટિપ્પણી, વધુ સમર્થન માટે જશે ગુજરાત

ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતની ટિપ્પણી, વધુ સમર્થન માટે જશે ગુજરાત

0
Social Share
  • કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ટિપ્પણી
  • તેઓ આંદોલન માટે વધુ સમર્થન માટે ગુજરાત આવશે
  • ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના જૂથને મળતાં ટિકૈતે આ ટિપ્પણી કરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે હવે તેઓ આંદોલન માટે સમર્થન મેળવવા માટે ગુજરાત આવશે. દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ પર ગાઝીપુર ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના જૂથને મળતાં ટિકૈતે આ ટિપ્પણી કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આખરે ખેડૂતો તેમની કૃષિ પેદાશોનો કોઇ હિસ્સો લઇ શકશે નહીં, કારણ કે નવા કાયદા ફક્ત કોર્પોરેટરોની તરફેણમાં છે. બીકેયુ દ્વારા જારી નિવેદનમાં કહેવાયું છે કે, અમે આવી સ્થિતિ નહીં થવા દઇશું. અમને ફક્ત આની ચિંતા છે અને અમે એવું થવા નહીં દઇએ કે આ દેશનો પાક કોર્પોરેટ નિયંત્રિત કરે.

ગુજરાતના ગાંધીધામના ગ્રુપે ટિકૈતને ચરખો ભેટ કર્યો હતો. તેમણે કહ્યું, ‘ગાંધીજીએ બ્રિટિશરોને ભારતમાંથી હાંકી કાઢવા માટે ચરખાનો ઉપયોગ કર્યો હતો. હવે અમે આ ચરખાનો ઉપયોગ કરીને કોર્પોરેટ ભગાવીશું. અમે ટૂંક સમયમાં જ ગુજરાતમાં જઈશું અને નવા કાયદાઓને રદ કરવા માટે ખેડૂતોનું પ્રદર્શન કરવા ટેકો એકત્રિત કરીશું.’

બીજી તરફ હરિયાણાના રોહતક જીલ્લાના 20થી વધુ મહિલાઓ ગાજીપુરમાં આંદોલનમાં જોડાઇ હતી અને આંદોલનને સમર્થન આપવાની ખાતરી આપી હતી. હજારો ખેડૂતો દિલ્હીની સિંધુ, ટિકરી તેમજ ગાઝીપુર સરહદ પર વિરોધ કરી રહ્યા છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code