મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને નવી ગાઈડલાઈન રજુ – સિનેમાહોલ, મોલ્સ ,ઓફિસ સહીતની જગ્યાઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે
- મહારાષ્ટ્રમાં નવી ગાઈડલાઈન રજુ કરાઈ
 - સિનેમાઘરો,ઓફીસ અને મોલ્સ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે
 
મુંબઈ – મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ફરીથી વધતા જોવા મળી રહ્યા છે, રાજ્યની પરિસ્થિતિ સૌથી ચિંતાજનક થઈ રહી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. મહારાષ્ટ્રના છ શહેરોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યું છે.
ત્યારે હવે રાજ્ય સરકાર દ્રારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે મુજબ સિનેમા હોલ, હોટલ, રેસ્ટોરન્ટ, મોલ્સ અને ઓફિસો તમામ 50 ટકાની ક્ષમતા સાથે ખોલવામાં આવશે, આ નિયમ 21 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.
મુખ્ય સચિવ સીતારામ કુંટેએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છેઆ નવા નિયમો હેઠળ માસ્ક વિના સિનેમાઘરો, હોટલ, રેસ્ટોરન્ટ અને ઓફિસોમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. તાપમાન માપનનાં સાધનોનો ઉપયોગ સુનિશ્ચિત કરવો પડશે કે જેથી જો કોઈને તાવના લક્ષણો છે તો તે વ્યક્તિ અંદર જઇ શકશે નહીં. પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝર રાખવું પડશે. સામાજિક અંતર પણ ખાસ જાળવવું જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું માલુમ પડેશે તો તેમના સામે સખ્ત પગલા ભરવામાં આવશે.
નિયોમોનું ઉલ્લંઘન કરવા પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળકાર્વાહી કરવામાં આવશે, કોઈ પણ રીતે ભઈડ એકત્ર થવા પર મનાઈ ફરમાવામાં આવી છે જે સામાજિક, સાંસ્કૃતિક અથવા રાજકીય ઘટના કેમ ન હોય.
આ સાથે જ રાજ્યમાં લગ્ન કાર્યક્રમોમાં 50 થી વધુ લોકોના આમંત્રણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, અંતિમ સંસ્કાર દરમિયાન 20 લોકો જ ભાગ લઈ શકે છે. કોરોના ગ્રસ્ત દર્દીને 14 દિવસ માટે ફરજિયાત ક્વોરોન્ટાઈન પણ રહેવું પડશે.
સાહિન-
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

