1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુંબઈ મધ્ય રેલ્વેએ ‘પ્લાસ્ટિક આપો, માસ્ક લઈ જાઓ’ અભિયાન શરુ કર્યું
મુંબઈ મધ્ય રેલ્વેએ ‘પ્લાસ્ટિક આપો, માસ્ક લઈ જાઓ’ અભિયાન શરુ કર્યું

મુંબઈ મધ્ય રેલ્વેએ ‘પ્લાસ્ટિક આપો, માસ્ક લઈ જાઓ’ અભિયાન શરુ કર્યું

0
Social Share
  • મુંબઈ મધ્ય રેલ્વેનું અભિયાન
  • પ્લાસ્ટિક લાઓ માસ્ક લઈ જાઓ

મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતા કોરોનાના કેસને લઈને અનેક રાજ્ય સતર્ક બન્યું છે, ત્યારે લોકોને જાગૃત કરવા માટે અનેક કવાયત હાથ ઘરવામાં આવી છે, જે અંતર્ગત અનેક ઝુંબેશ ચાલાવવામાં રહી છે.

ત્યારે હવે કોરોનાના કહેરને ધ્યાનમાં લેતા મધ્ય રેલવેએ આવનારા મહિના સુધી ‘પ્લાસ્ટીક લાઓ, માસ્ક લઈજાઓ,’ અભિયાન ચાલુ કર્યું છે.રેલવેએ સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ ભારત, બૃહદ મુંબઈ મહાનગરપાલિકા, હિન્દુસ્તાન લીવરઅને સ્ત્રી મુકિત સંગઠનની સાથે  આ મામલે ભાગીદારી કરી છે.

આ યોજનાનો આરંભ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ અને દાદર રેલવે સ્ટેશનથી કરવામાં આવ્યો છે, આ રેલ્વે સ્ટોનો પર પ્લાસ્ટીક વેસ્ટ ક્લેકશન કિયોસ્ક લગાવવામાં પણ આવ્યા છે.

આ હેઠળ પર્લાસ્ટિકનો કચરો જેમાં પીઈટી, બોટલો, પોલીથીન બેગ વગેરે જમા કરવામાં આવે છે અને તેના બદલે માસ્ક આપવામાં આવી રહ્યા છે.મધ્ય રેલવેની ટ્રેનોમાં 20 સેલ્સમેનને ઓળખપત્રો આપીને માસ્ક અને ફેસ શિલ્ડ વેચવાની પરવાનગી અપાઈ છે. આ હેઠળ અનેક લોકો વેસ્ટ પ્લાસ્ટિક આપીને માસ્ક મેળવી શકશે.

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code