1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાની બીજી લહેર તેજ બની – 72 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા
કોરોનાની બીજી લહેર તેજ બની – 72 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા

કોરોનાની બીજી લહેર તેજ બની – 72 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા

0
Social Share
  • કોરોનાના કેસમાં વધારો નોંધાયા
  • માચ્ર એક દિવસમાં 72 હજાર દર્દીઓ મળી આવ્યા

દિલ્હી – સમગ્ર દેશ ફરી એકવાર વૈશ્વિક મહામારી કોરોનાએ ભયંકર રુપ ઘારણ કર્યું છે, દિવસેને દિવસે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. રોજિંદા કોરોના કેસો અને કોરોનાથી થતાં મૃત્યુએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં અનેક નિયંત્રણો લગાયા હોવા ઉપરાંત કોરોનાનો રાફળો ફાટ્યો છે. દેશ ફરી એકવાર લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારના રોજ આપેલી માહિતી પ્રમાણે કોરોનાના કેસની જો વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ગુરુવારે, 72 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને કોવિડથી 459 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગુરુવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડાથી ફરી એકવાર લોકોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક વધારા સાથે કોરોનાના 72 હજાર 330 નવા કેસો નોંધાયા છે અને 459 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે, દેશમાં સંક્રમણના કુલ કેસો 1 કરોડ 22 લાખ 21 હજાર 665 પર પહોંચી ગયા છે અને કોવિડથી મૃત્યુની સંખ્યા વધીને 1 લાખ 62 હજાર 927 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ, દેશમાં સક્રિય કેસનો ગ્રાફ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 40 હજાર 382 કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ છે, દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 14 લાખ 74 હજાર 683 દર્દીઓએ કોરોના વાયરસને માત આપી છે. દૈનિક ધોરણે નોંધાયેલા નવા કોરોના કેસોની સરખામણઈમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં લગભગ અડધો ઘટાડો થયો છે. હાલમાં, દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 5 લાખ 84 હજાર 055 પર પહોંચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં વિશ્વની સૌથી મોટૂ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં આજથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત પણ થઈ ચૂકી છે, જે અંતર્ગત 45 વર્ષથી ઉપરના લોકોને પણ કોવિડ રસી આપવામાં આવશે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code