‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું તેલુગુ-મરાઠી વર્ઝન રિલીઝ
- તારક મહેતાનું તેલુગુ-મરાઠી વર્ઝન રિલીઝ
- મરાઠીમાં આ શોનું નામ Gokuldhamchi Duniyadaria
- તેલુગુમાં તેનું ટાઇટલ છે – Tarak Mama Ayyo Rama
મુંબઈ : સોની સબ ચેનલનો પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’આજે વિશ્વભરમાં મશહૂર છે. હિન્દીભાષી શોની વધતી લોકપ્રિયતા જોઈને શોના મેકર્સએ એક મોટું પગલું ભર્યું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને હવે મરાઠી અને તેલુગુ ભાષાઓમાં પણ જોઇ શકાય છે. મરાઠીમાં આ શોનું નામ Gokuldhamchi Duniyadaria છે.તો, તેલુગુમાં તેનું ટાઇટલ છે – Tarak Mama Ayyo Rama.
મંગળવારે ગુડી પડવા અને ઉગાદી પર્વના ખાસ પ્રસંગે નીલા ફિલ્મ પ્રોડક્શન દ્વારા આ લોકપ્રિય શોના તેલુગુ અને મરાઠી વર્ઝન રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મરાઠી અને તેલુગુમાં આ શોના રિલીઝ પાછળ મેકર્સનો હેતુ તે છે કે, તેઓ પ્રાદેશિક પ્રેક્ષકોને શો તરફ દોરી શકે. આટલું જ નહીં, નિર્માતાઓએ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ આ શો લાવવાની યોજના બનાવી છે.
શોના મેકર્સએ યુટ્યુબ પર તેલુગુ અને મરાઠી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કેટલાક એપિસોડ સ્ટ્રીમ કર્યા છે. હાલમાં,Gokuldhamchi Duniyadaria ના દસ એપિસોડ યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જયારે Tarak Mama Ayyo Rama ના આઠ એપિસોડ મેકર્સ દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે. યુટ્યુબ પર શેર કરેલા આ શોના ડબિંગ એપિસોડને પ્રેક્ષકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. મેકર્સ છેલ્લા 12 વર્ષમાં આ શોમાં જે બન્યું છે તેને ક્યુરેટ કરીને અપલોડ કરવાની યોજના ધરાવે છે.
દેવાંશી