1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વના આ દેશના લોકો સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે
વિશ્વના આ દેશના લોકો સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે

વિશ્વના આ દેશના લોકો સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે

0
Social Share
  • વિશ્વનો એક એવો દેશ જ્યાનાં લોકોને સૌથી ઓછી હૃદયરોગ બીમારી હોય છે
  • આ લોકો સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે
  • તાસ્માને લોકો સતત શારીરિક રીતે સક્રિય રહેતા હોવાથી નથી થતી હૃદયરોગની બીમારી

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકોની સતત બદલાતી જીવનશૈલીને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે. જો કે આ વચ્ચે બોલિવિયા દેશના ઇન્ડિજિન્યસ સિમેન લોકોમાં ધમની તેમજ હૃદયરોગ સંબંધિત બીમારી ઓછી જોવા મળે છે. એક રીતે તેઓ સૌથી વધુ મજબૂત હૃદય ધરાવે છે. આ તાસ્માને લોકોમાં હૃદયરોગનું પ્રમાણ અમેરિકાના નાગરિકો કરતાં પાંચ ગણું ઓછું છે. તાસ્માને લોકોની જીવનશૈલી એવી રીતે છે કે જેમાં પુરુષો સરેરાશ 7 થી 8 કલાક જ્યારે મહિલાઓ સરેરાશ 5 થી 6 કલાક નિયમિત શ્રમ કરે છે.

એક માહિતી અનુસાર નોકરી કે વ્યવસાય કરતા સરેરાશ માણસ કરતાં 54 ટકા વધારે સક્રિય રહે છે. તેઓ પોતાની દિનચર્યામાં માત્ર 10 ટકા જેટલો જ સમય જ વેડફે છે. તેઓ હંટિંગ, ગેધરિંગ, ફિશિંગ અને ફાર્મિંગમાં સતત વ્યસ્ત અને સક્રિય રહે છે. આ ઉપરાંત તેઓ ખૂબ જ ઓછા ફેટવાળો, નોન પ્રોસેસ ફાઇબર ખોરાક, કાર્બો હાઇડ્રેટ્સ અને થોડાક પ્રમાણમાં માછલી લે છે. આ લોકો કોઇપણ પ્રકારનું વ્યસન ધરાવતા નથી. તેઓ શારીરિક રીતે સતત સક્રિય રહેવાથી હૃદ અને ધમનીને સતત કસરત મળતી રહે છે.

આ અંગનું સંશોધન થોડાક વર્ષો પહેલા યુનિવર્સિટી  ઓર ન્યૂ મેકિસકોના પ્રોફેસર હિલાર્ડ કપ્લાને કર્યુ હતું. એ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે સિમેન લોકોનો 72 ટકા ખોરાક કાર્બોહાઇડ્રેટસ તથા રેસાઓથી ભરપૂર હોય છે. તેઓ ખોરાકમાં રાઇસ,કોર્ન, મગફળી અને ફ્રુટસ લે છે.  આ લોકોના ડાયેટમાં ફેટનું પ્રમાણ માત્ર 14 ટકા જેટલું હોય છે. તે પ્રાણીઓને માંસમાંથી જરુરી એવું 14 ટકા જેટલું પ્રોટિન મેળવી લે છે.

તેમના શરીરમાં દરરોજ માત્ર 30 ગ્રામ ફેટ ખોરાકમાંથી આવે છે જે તેમની લાઇફ સ્ટાઇલના કારણે પચી જાય છે. સંશોધકોએ 2014-2015માં આ સ્ટડી માટે આ ઇન્ડીજિનિયસ પ્રજાના 85 કરતા પણ વધુ ગામોની મુલાકાત લીધી હતી.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code