1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલે ડૂડલના માધ્યમથી કોરોના વોરીયર્સનો માન્યો આભાર
ગૂગલે ડૂડલના માધ્યમથી કોરોના વોરીયર્સનો માન્યો આભાર

ગૂગલે ડૂડલના માધ્યમથી કોરોના વોરીયર્સનો માન્યો આભાર

0
Social Share
  • ગૂગલે વૈજ્ઞાનિકોને આપ્યું પોતાનું દિલ
  • ડૂડલ દ્વારા કોરોના વોરીયર્સનો માન્યો આભાર
  • લોકોને ગૂગલનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો

દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે.જો કે, તેની વેક્સીન આવી ગઈ છે.પરંતુ આ જીવલેણ વાયરસના કેસ દિવસે ને દિવસે ઝડપથી વધી રહ્યા છે. આવા વિકટ સમયમાં, દુનિયાભરના ડોકટરો,મેડીકલ સ્ટાફ અને વૈજ્ઞાનિકો દિવસ-રાત લોકોને બચાવવામાં લાગેલા છે. તે ફ્રંટ લાઈનમાં ઉભા રહીને આ મહામારીના સમયમાં સખત મહેનત કરી રહ્યા છે.એવામાં સર્ચ એન્જિન ગૂગલએ પણ એક ખાસ ડૂડલ બનાવીને હેલ્થકેર સેક્ટરથી જોડાયેલ તમામ લોકોનો આભાર માન્યો છે.

આ ડૂડલ એનિમેટેડ છે. આમાં E એક વૈજ્ઞાનિક છે જે ચશ્મા લગાવીને કામ કરે છે. તો G  પોતાનું દિલ E ને મોકલી રહ્યું છે. ગૂગલે ડૂડલ સાથે લખ્યું છે – થેંક યૂ : પબ્લિક હેલ્થ વર્કર એન્ડ રિસર્ચર ઇન સાયન્ટીફીક કમ્યુનિટી.જેનો અર્થ એ છે કે, તમામ પબ્લિક હેલ્થ વર્કર્સ અને સાયન્ટીફીક કમ્યુનિટીમાં રીસર્ચ કરનાર લોકોનો આભાર. આ ડૂડલ ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે છે.જેઓ પોતાના જીવને દાવ પર લગાવીને લોકોનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ડૂડલમાં ડોકટરો અને મેડીકલ સ્ટાફને તેમના આ કામ બદલ આભાર માનવામાં આવ્યો છે.

લોકોને ગૂગલનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો છે.સોશિયલ મીડિયા પર પણ લોકોને ડોક્ટર્સનો આભાર દર્શાવવાની ગૂગલની આ રીત ખૂબ પસંદ આવી છે. લોકો આ ડૂડલને જ પસંદ નથી કરી રહ્યા,પરંતુ તેના પર વિવિધ ટિપ્પણીઓ અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ પહેલા પણ ગૂગલ સતત ડૂડલ અને લોકોને ઘણી રીતે કોરોના મહામારી વિશે જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code