1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’- સાજીદ નડિયાદવાલાની બિગ બજેટ ફિલ્મમાં લીડ રોલ ભજવશે
અભિનેતા કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’- સાજીદ નડિયાદવાલાની બિગ બજેટ ફિલ્મમાં લીડ રોલ ભજવશે

અભિનેતા કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’- સાજીદ નડિયાદવાલાની બિગ બજેટ ફિલ્મમાં લીડ રોલ ભજવશે

0
Social Share
  • કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ હશે ‘સત્યનારાયણ કી કથા’
  • સાજીદ નડિયાદવાલાની બિગ બજેટ ફિલ્મ કાર્તિકને મળી
  • લીડ રોલમાં કાર્તિક મળશે જોવા
  • આ ફિલ્મ મ્યૂઝિકલ ફિલ્મ હશે

 

મુંબઈઃ- બોલિવૂડમાં ટૂંક જ સમયમાં પોતાની ઓગવી ઓળખ બનાવીને લોકોના દિલ જીતનારા એક્ટર કાર્તિક આર્યને પોતાના ચાહકોને ખુશખબર આપી છે, વાત જાણે એમ છે કે,પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા એ નમઃ પિક્ચર્સ સાથે પોતાની અપકમિંગ મ્યૂઝિકલ ફિલ્મ સત્યનારાયણ કી કથાની જાહેરાત કરી છે,જેમાં એક્ટર કાર્તિક આર્યનને લીડ રોલ મળ્યો છે,જે કાર્તિકનો સાજીદ નડિયાદવાલા સાથએનો ફર્સ્ટ પ્રોજેક્ટ હશે, આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિનર સમીર વિદવાન્સ દ્રારા કરવામાં આવશે.

કાર્તિકે તેની આગામી ફિલ્મની ઘોષણા કરતાં ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યું છે. કાર્તિક આર્યનની પોસ્ટ મુજબ, તેમની આગામી ફિલ્મ ‘સત્યનારાયણ કી કથા’ છે,.

લવ સ્ટોરી પર આધારીત આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે. નમઃ પિક્ચર્સ અને સાજિદ નડિયાદવાલા દ્વારા આ ફિલ્મનું નિર્માણ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવશે. આ ફિલ્મ આવતા વર્ષે 2022 માં રિલીઝ થવાની સંભઆવના છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ સિવાય કાર્તિક ફિલ્મ ‘ભૂલા ભુલાયૈયા 2’ અને ફિલ્મ ‘ધમાકા’ માં પણ દર્શકોને જોવા મળશે

સાજિદ નડિયાદવાલાએ કહ્યું, કે “સત્યનારાયણ કી કથા મારા માટે સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ છે. અમે,નડિયાદવાલા  ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ નમઃપિક્ચર્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટર સમીર વિદવન્સ અને કાર્તિક આર્યન સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. કાર્તિક સાથે  કામ કરવું આ અમારી પહેલી તક છે.તે સમગ્ર રીતે આ નવા પ્રોજેક્ટમાં એક નવી એનર્જી લાવશે .સત્યનારાયણ કી કથા એક એવી સ્ક્રિપ્ટ છે જે આ રિયૂન્યન માટે પરફેક્ટ છે અને અમે પ્રેક્ષકો માટે આ આ લવસ્ટોરી લાવવા માટે  ઉત્સુક છીએ”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code