1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દુશ્મનોની હવે ખૈર નથી, ભારત એન્ટિ ડ્રોન ડિવાઈઝની ખરીદીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરશેઃ- ઈઝરાયલ સાથે થઈ શકે છે ડિલ
દુશ્મનોની હવે ખૈર નથી, ભારત એન્ટિ ડ્રોન ડિવાઈઝની ખરીદીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરશેઃ- ઈઝરાયલ સાથે થઈ શકે છે ડિલ

દુશ્મનોની હવે ખૈર નથી, ભારત એન્ટિ ડ્રોન ડિવાઈઝની ખરીદીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરશેઃ- ઈઝરાયલ સાથે થઈ શકે છે ડિલ

0
Social Share
  • દુશ્મનોને જવાબ આપવા ભારત એન્ટિ ડ્રોનની ખરીદી કરશે
  • ઈઝરાયલ સાથે આ મામલે ડિલ થવાની શક્યતાઓ

દિલ્હીઃ- તાજેતરમાં સતત બે વખત જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક અને ત્યારબાદ બનેલી ઘટનાઓના પગલે સરકાર સૈન્ય મથકોમાં એન્ટિ ડ્રોન ટેકનોલોજી તૈનાત કરવા અંગે વહેલો નિર્ણય લઈ શકે તેવી સંભાવનાઓ સેવાઈ છે.ઈઝરાયલે એન્ટિ ડ્રોન સિસ્ટમ સ્મશ 2000 પ્લસને લઈને સંરક્ષણ દળોની પહેલાથી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે આ પ્રક્રિયાને વેગ મળી શકે છે.

સંરક્ષણ સૂત્રો પાસેથી આ બાબતે મળતી માહિતી પ્રમાણે સ્મશ 2000 પ્લસ સાધનો રાઇફલ પર સજ્જ  કરવામાં આવે છે અને તે ઉડતા ડ્રોનને લક્ષ્યાંક બનાવી શકે છે. નૌસેનાએ તેની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે આ ટેકનિક એરફોર્સ અને સેના માટે પણ અપનાવવામાં આવે તેવી સંભાવનાઓ  છે, કારણ કે રડાર પર ડ્રોનને પકડવું પડકારજનક અને મુશ્કેલ  પ્રક્રિયા હોય છે. ખાસ કરીને જ્યારે તે નીચી ઊંચાઇએ ઉડતું હોય ત્યારે. આવી સ્થિતિમાં, સુરક્ષા કર્મીઓ આવી ડ્રોન પર નજર રાખી શકે છે અને નજીક આવે ત્યારે તેનો નાશ કરી શકે છે.

આ સિસ્ટમને  એકે 47 અથવા અન્ય કોઈ રાઇફલ પર ફીટ કરી શકાય છે. તે મૂળભૂત રીતે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સાઈટ પ્રણાલી છે. આ ઉપકરણ ફક્ત દિવસ દરમિયાન જ નહીં પણ રાત્રે પણ ડ્રોન, બલુન્સ અથવા પતંગને પણ શોધી શકે છે, અને તેને 120 મીટરની ઝડપે લક્ષ્ય બનાવવામાં મદદરુપ થાય  છે.

મળતી માહિતી પ્રમાણે હવે તમામ સૈન્ય મથકોની સુરક્ષામાં તૈનાત દળોને આ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો વિચાર પહેલાથી જ કરવામાં આવી રહ્યો હતો પરંતુ હવે જમ્મુની ઘટના બાદ સરકાર તેના પર તાત્કાલિક નિર્ણય લઈ શકે તેવી શક્યતકાઓ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code