
ભારતે યુરોપીય સંઘને ભારતીય વેક્સિનનો સ્વિકાર કરવા કહ્યું, જવાબી કાર્યવાહીની ચેતવણી આપી
- ભારતે યૂરોપીય સંઘને આપી ચેતવણી
- કોવિશીલ્ડ અને કોવેક્સિનનો સ્વિકાર કરવા કહ્યું
- આમ ન કરતા જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી
દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારના રોજ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતે યુરોપિયન સંઘને ભારતની કોવિડશિલ્ડ અને કોવેક્સિનને રસીકરણ તરીકે સ્વીકારવા જણાવ્યું છે, નહીં તો આમ ન કરતા બાબતે જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.ભારતે વધુમાં કહ્યું છે કે, જો ભારતીય વેક્સિનને મંજૂરી આપવામાં નહીં આવે તો અહીં આવતા યુરોપીય યાત્રીઓને પણ 14 દિવસની ક્વોરન્ટાઇન ફરજિયાત રહેવું પડશે.
આ સમગ્ર બાબતને લઈને સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિશિલ્ડ અને કોવેક્સિનને યુરોપિયન યુનિયનના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટમાં સૂચિત કરવું જોઈએ, જેથી ભારતથી ત્યાં જતા નાગરિકોને કોઈ તકલીફ ન પડે. હાલમાં કોઈપણ દેશની મુસાફરી માટે રસીનો પાસપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો નોકરી અથવા અભ્યાસ માટે યુરોપિયન દેશોની મુસાફરી કરવા જાય છે, પરંતુ ભારતીય રસીઓને પાસપોર્ટ સાથે જોડવાની મંજૂરી ન હોવાને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ પણ ભારત સરકારને આ મુદ્દાને રાજદ્વારી અને રાજકીય સ્તરે ઉઠાવવાની અપીલ કરી છે.
વેક્સિનને પાસપોર્ટ સાથે જોડવાની અને રસીઓને માન્યતા આપવાની વિનંતી સાથે ભારત દ્રારા જવાબ આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયને લગતા સત્રોએ જણાવ્યું હતું કે, જો ઇયુ પોતાનું વલણ નહીં બદલશે તો ભારત રસીકરણના પ્રમાણપત્રને લગતી પ્રતિ નીતિ પણ અમલમાં મૂકશે. આવી સ્થિતિમાં, ભારત યુરોપના વ્યક્તિને અપાયેલી રસીને દેશમાં માન્યતા આપશે નહીં અને ત્યાંથી ભારત આવતા મુસાફરોને ક્વોરોન્ટાઈન પણ રહેવું પડશે.