1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આમ જનતાને વધુ એક મોટો ઝટકો,દૂધ બાદ હવે એલપીજીના ભાવમાં વધારો 
આમ જનતાને વધુ એક મોટો ઝટકો,દૂધ બાદ હવે એલપીજીના ભાવમાં વધારો 

આમ જનતાને વધુ એક મોટો ઝટકો,દૂધ બાદ હવે એલપીજીના ભાવમાં વધારો 

0
Social Share
  •  આમ જનતાને વધુ એક મોટો ઝટકો
  • દૂધ બાદ હવે એલપીજીના ભાવમાં વધારો
  • LPG સિલિન્ડરના ભાવમાં રૂ.25.50 નો વધારો

દિલ્હી : હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હવે પહેલા કરતા ઓછા કેસ આવી રહ્યા છે. પરંતુ જનતાની મુશ્કેલી તો ઉભી ને ઉભી જ જોવા મળે છે. જેનાથી આમ જનતા હેરાન-પરેશાન થઇ રહી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તો લોકો માટે ચિંતાનો વિષય છે.પરંતુ હજુ ગઈકાલે જ અમૂલના દૂધના ભાવમાં પણ વધારો થયો છે.ત્યાં હવે જનતાને ફરી મોટો ઝટકો લાગ્યો છે.

વધતી મોંધવારીના આ યુગમાં સામાન્ય માણસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. આજથી એલપીજીના ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ ઘરે ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ 25.50 નો વધારો કર્યો છે. આ સાથે રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા થઈ ગઈ છે.

અગાઉ જૂન મહિના દરમિયાન 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઓઇલ કંપનીઓએ એપ્રિલમાં 14.2 કિલોગ્રામ રસોઈ ગેસની કિમતોમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. મે મહિનામાં તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, 19.2 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 123 રૂપિયાનો વધારો કરાયો હતો.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code