
સ્વતંત્રતા દિવસ પર આ ડ્રેસીસ પહેરશો તો આઝાદીના રંગમાં ડૂબેલા જોવા મળશો
- આજે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી
- સ્વતંત્રતા દિવસ પર પહેરો આ ડ્રેસીસ
- આઝાદીના રંગમાં ડૂબેલા જોવા મળશો
આજે ભારતનો 75મો સ્વાતંત્ર્ય દિવસ છે.ત્યારે સ્વાતંત્ર્ય દિવસ પર આ ડ્રેસીસ પહેરશો તો આઝાદીના રંગમાં ડૂબેલા જોવા મળશો.
સાડી પરંપરાગત પોશાક છે. સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર તમે તિરંગાની સાડી પહેરી શકો છો. આ સિવાય તમે સાડી પર તિરંગાની પિન અથવા બ્રોચ લગાવી શકો છો.
સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે તમે સ્વતંત્રતાના સૂત્ર સાથે ટી-શર્ટ પસંદ કરી શકો છો. આ ટી-શર્ટ પર ‘જય હિન્દ’ ડિઝાઇનર શૈલીમાં લખાયેલું છે. આ સિવાય, તમે સફેદ રંગની ટી-શર્ટ પર કેસરી અથવા લીલા રંગની પટી પર ‘વંદે માતરમ’ લખેલું ટી-શર્ટ પહેરી શકો છો. આ ટી-શર્ટ તમારી દેશભક્તિની ભાવના બતાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
આ ખાસ અવસર પર તમે તિરંગાના દુપટ્ટાને લઈ શકો છો. તિરંગાના દુપટ્ટાનો ટ્રેન્ડ ક્યારેય જતો નથી. તમે સફેદ સૂટ સાથે તિરંગાના દુપટ્ટાને મેચ કરી શકો છો. ઓફિસ જવા માટે આ લુક પરફેક્ટ છે.
પુરુષો પણ ટ્રેડીશનલ કુર્તામાં નેહરુ જેકેટ પણ સ્ટાઇલ કરી શકે છે. નેહરુ જેકેટ હંમેશા ટ્રેન્ડમાં હોય છે. જો તમે ઈચ્છો તો સફેદ કુર્તા અને જીન્સ ઉપર ઓરેન્જ રંગનું નેહરુ જેકેટ અજમાવી શકો છો.
આ સિવાય મહિલાઓ એક્સેસરીઝમાં ટ્રાઇ કલર સ્ટાઇલમાં બંગડીઓ, નેકપીસ અને ઇયરિંગ્સનો ઉપયોગ કરી શકે છે.