1. Home
  2. ગુજરાતી
  3. નંદ ઘેર આનંદ ભયો – અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ
નંદ ઘેર આનંદ ભયો – અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ

નંદ ઘેર આનંદ ભયો – અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ

0
Social Share
  • જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ
  • મંદિરને અવનવી રોશનીથી શણગારાયું
  • શોભાયાત્રા, મટકીફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદ

અરવલ્લીના યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મંદિરને અવનવી રોશનીથી શણગારવામાં આવતા રાત્રીના સમયે નયનરમ્ય દ્રશ્યોસર્જાયા હતા. શામળાજી મંદિરમાં સરકારની એસઓપી મુજબ જન્માષ્ટમીની ઉજવણી કરાશે.. જેમાં, શોભાયાત્રા, મટકીફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદકરવામાં આવ્યા છે. પરંતુ 200ની સંખ્યામાં તબક્કા પ્રમાણે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તો આ સાથે જ મંદિરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત રહેશે.

કોરોનાને ધ્યાનમાં રાખીને તંત્ર અગાઉથી સતર્ક થયું છે. ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની ચીંતા વચ્ચે મંદિર પ્રસાશન દ્વારા જરૂરીયાત પ્રમાણે પગલા લેવામાં આવી રહ્યા છે.

જન્માષ્ટમીના દિવસનું ભારતભરમાં એટલું મહત્વ હોય છે કે ઈસ્કોન તથા શ્રીકૃષ્ણના મંદિરમાં ભક્તોની ભીડ થઈ જાય છે. અમદાવાદના ઈસ્કોન મંદિર, ડાકોર, શામળિયા મંદિરમાં ભારે પ્રમાણમાં ભીડ જન્માષ્ટમીના દિવસે જોવા મળતી હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code