1. Home
  2. ગુજરાતી
  3. મથુરા-વૃંદાવન સહિત દેશના વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
મથુરા-વૃંદાવન સહિત દેશના વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

મથુરા-વૃંદાવન સહિત દેશના વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

0
Social Share
  • નંદ બાબાના ઘરે થયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ
  • દેશના વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
  • નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો ગુંજી ઉઠયા

દિલ્હી : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી..સોમવારે રાતે 12 વાગ્યે નંદ બાબાના ઘરે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. મથુરા, વૃંદાવન સહિત દેશના જુદા જુદા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.કૃષ્ણનો જન્મ થતા જ મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગુંજી ઉઠ્યા હતા.આ વખતની જન્મજયંતિ પર એક અદ્ભુત સંયોગ બન્યો હતો. દ્વાપરમાં જ્યારે કંસની જેલમાં કૃષ્ણનો જન્મ થયો હતો, તે સમયે ત્યાં જયંતિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ હતો. આ વખતે જન્માષ્ટમી પણ એ જ યોગમાં બની હતી.

ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરા અને વૃંદાવનને જન્માષ્ટમીના દિવસે સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. દ્વારકાધીશના અભિષેક સાથે કૃષ્ણ ઉત્સવ પણ શરૂ થયો. વિશ્વના સૌથી ઊંચા બનવા જઈ રહેલા વૃંદાવનમાં આવેલા ચંદ્રોદય મંદિરમાં ભગવાન કૃષ્ણના પ્રથમ દર્શન કરવા માટે ભક્તો આતુર છે.

શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ વૃંદાવનમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન વૃંદાવનમાં ત્રણ મંદિરોમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, કોવિડ -19 સંબંધિત પ્રોટોકોલને મોટે ભાગે અવગણવામાં આવ્યો હતો અને મોટાભાગના ભક્તો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા.આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code