1. Home
  2. ગુજરાતી
  3. સુપરસ્ટાર રજનીકાંતે થલાઈવી ફિલ્મ જોઈ, કંગનાના અભિયનના કર્યા વખાણ
સુપરસ્ટાર રજનીકાંતે થલાઈવી ફિલ્મ જોઈ, કંગનાના અભિયનના કર્યા વખાણ

સુપરસ્ટાર રજનીકાંતે થલાઈવી ફિલ્મ જોઈ, કંગનાના અભિયનના કર્યા વખાણ

0
Social Share

મુંબઈઃ બોલીવુડમાં પંગા ગર્લના નામથી ઓળખાતી કંગના રનૌતની હાલ પોતાની ફિલ્મ થલાઈવીને લઈને ચર્ચામાં છે. પ્રસંશકો અને બોલીવુડના કલાકારોએ કંગનાની ફિલ્મોને પસંદ કરે છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેમના પ્રસંશકો ફિલ્મ થલાઈવીને લઈને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. દરમિયાન સુપરસ્ટાર રજનીકાંતે પણ કંગનાની ફિલ્મ જોઈએ છે અને તેમને કંગનાની સાથે ફિલ્મના સભ્યો અને ડાયરેક્ટરના કામના પણ વખાણ કર્યાં છે.

સુત્રોના મતે રજનીકાંતને આ ફિલ્મ ખુબ જ પસંદ આવી છે, તેમનું માનવું છે કે, ફિલ્મ બનાવવામાં ભારે મુશ્કેલીઓ આવી હતી પરંતુ વિજયજીએ યોગ્ય રીતે પર્દા ઉપર ન્યાય આપ્યો છે. એમજીઆર અ જયલલિતા જેવી હસ્તીઓને પર્દા ઉપર દર્શાવવા ખુબ જ મુશ્કેલ છે. આ એવી હસ્તીઓ છે જે સિનેમા અને રાજકારણ બંનેમાં ખુબ ચર્ચિત હતા. તેમણે સુંદર રીતે ફિલ્મ બનાવી છે.

આ ફિલ્મ જયલલિતાના જીવન ઉપર આધારિત ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં તેમના અભિનયની શરૂઆતથી લઈને રાજકીય સફર દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં અરવિંદ સ્વામી પણ છે જેઓ એમજી રામચંદ્રનની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મ આગામી દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ રિલીઝ થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code