1. Home
  2. ગુજરાતી
  3. વિસ્તારવાદી ચીનનું તાઈવાન-અરૂણાચલ પ્રદેશ ઉપર કબજો જમાવવાનું સ્વપ્નઃ રિપોર્ટમાં દાવો
વિસ્તારવાદી ચીનનું તાઈવાન-અરૂણાચલ પ્રદેશ ઉપર કબજો જમાવવાનું સ્વપ્નઃ રિપોર્ટમાં દાવો

વિસ્તારવાદી ચીનનું તાઈવાન-અરૂણાચલ પ્રદેશ ઉપર કબજો જમાવવાનું સ્વપ્નઃ રિપોર્ટમાં દાવો

0

દિલ્હીઃ દુનિયાભરમાં એક આર્ટિકલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ લેખ ચીનની વેબસાઈટ સોહૂ પર 2013માં લખવામાં આવ્યો હતો. તાઈવાનને લઈને ચીનના આક્રમક નીતિઓને લઈને આ આર્ટિકલ ફરીથી વાયરલ થયો છે. આ આર્ટીકલમાં ચીનના કેટલાક સૈન્ય અધિકારી, રિટાયર્ડ સૈન્ય અધિકારી, એક્સપટર્સ અને એનાલિસ્ટસની વાતોનો ઉલ્લેખ કરાયો છે.

આ આર્ટિકલમાં કહેવાયું છે કે, ચીન 2025 સુધીમાં તાઈવાન ઉપર કબજો કરી લેવાશે. એટલું જ નહીં આ લેખ ચીન દ્વારા તાઈવાનમાં ઉપર કબજાથી ખતમ નથી થતો, આ લેખમાં ચીનને કેટલાક પંચવર્ષિય પ્લાનની રૂપરેખા દર્શાવી હતી કે કેવી રીતે ચીન ધીમે-ધીમે પોતાનો વિસ્તાર કરશે. આર્ટીકલ અનુસાર ચીન 2030 સુધીમાં વિયતનામ અને ફિલીપીંસ જેવા દેશોને હરાવીને દક્ષિણ ચીન સાગર પર પૂરી કરી કબજો જમાવશે. ત્યાર બાદ 2040માં ચીન અરૂણાચલ પ્રદેશ ઉપર હુમલો કરીને તેને તિબેટનો હિસ્સો બનાવશે. ચીનનું સ્વપ્ન અહીં પૂર્ણ થતું નથી.

2045 સુધી ચીન સેનકાકુસ દ્રીપથી જાપાનને હડાવીને પોતાનો લાલ ઝંડો ફરકાવશે. આ બાદ મંગોલિયા પર હુમલો કરીને ચીન ઈનર મંગોલિયાનો ભાગ બનાવશે. મંગોલિયા પર કબજો કર્યા બાદ ચીન રૂસ પર 2060માં હુમલો કરશે અને કથિર રીતે રૂસના નિયંત્રણવાળા ચીનના વિસ્તારોને ચીનેમાં સામેલ કરશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ચીન જાપાન અને રૂસના સૈનિકોને હરાવીને સક્ષમ બનશે.

રિપોર્ટ અનુસાર ચીન અરૂણાચલ પ્રદેશને તિબેટનો દક્ષિણ ભાગ માને છે. તજજ્ઞોના મતે ચીન ભારતને પરેશાન કરવા આવી કરે છે. આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, ચીન ભારતને કેટલાક અલગાવવાદી આંદોલનમાં ધકેલશે જેથી ભારતનું અરૂણાચલ પ્રદેશ ઉપર ધ્યાન હટે અને ચીન આ મોકાનો લાભ ઉઠાવીને અરૂણાચલ પ્રદેશ ઉપર હુમલો કરીને કબજો જમાવશે. જો આવુ નહીં થાય તો ચીન પાસે બીજો પ્લાન પણ તૈયાર છે. આર્ટિકલ અનુસાર, ચીન પાકિસ્તાનને કાશ્મીર ઉપર હુમલો કરવાનું કહશે અને ચીન અરૂણાચલ પ્રદેશ ઉપર હુમલો કરશે. ચીનનું માનવું છે કે, ભારત એક સાથે બે મોર્ચે યુદ્ધ નહીં લડી શકે અને એવી સ્થિતિમાં કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશ ગુમાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.