1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય શેરમાર્કેટની તેજી અર્થતંત્ર માટેના જોખમો વધારી રહી છે

ભારતીય શેરમાર્કેટની તેજી અર્થતંત્ર માટેના જોખમો વધારી રહી છે

0
Social Share

મુંબઇ: ઉપભોક્તાની માંગમાં વધારો, નીચા વ્યાજદરો તેમજ ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઇ રહેલો સુધારો ભારતની ઇક્વિટીઝ બજારોની તેજી માટે કારણભૂત છે, તેમ છતાં શેરમાર્કેટની આ તેજી ભારતીય અર્થતંત્ર સામે જોખમો પણ વધારી રહી છે.

ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તેમજ ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરમાર્કેટમાં હાલમાં તેજી જોવા મળી રહી છે.

માર્ચ 2020માં વિક્રમી નીચી સપાટીએ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 130 ટકાનો વધારો થયા બાદ હાથ ધરાયેલા અભ્યાસમાં શેરમાર્કેટમાની વર્તમાન તેજી જોખમો વધારી રહી હોવાનો નિષ્કર્ષ નીકળ્યો હતો.

ગયા વર્ષના ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકથી આ રેલીએ દેશના જીડીપીમાં દરેક ત્રિમાસિકમાં અંદાજે એક ટકાનો વધારો કરાવ્યો છે. જો કે ઈક્વિટીઝમાં ઝડપી વૃદ્ધિએ બજારમાં કોઈપણ પછડાટ સામે અર્થતંત્રના જોખમમાં વધારો કર્યો છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

નિફટી હાલમાં 12 મહિનાની અંદાજિત આવકના 22.20 ગણા સ્તરે વેપાર થઈ રહ્યો છે, જે તેની પાંચ વર્ષની 18.50 ટકાની સરેરાશ કરતા ઘણો ઊંચો છે. એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટસ ઈન્ડેકસ 12.70ના ગુણાંકમાં વેપાર થઈ રહ્યો છે.

તેના ઐતિહાસિક ટ્રેન્ડ સ્તરેથી 35 ટકા ઉપર ટ્રેડ થઈ રહેલો નિફટીમાં કોઈપણ પીછેહઠ તેજ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 1.40 ટકાનો ઘટાડો કરાવશે અને પછીના વર્ષમાં આ ઘટાડો 3.80 ટકા હશે.

સ્ટોકસ જેટલા ઊંચે જાય છે ત્યારે તેના ઘટાડાની સ્થિતિમાં અર્થતંત્ર સામે એટલું જ જોખમ ઊભું થાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વ રાહતો પાછા ખેંચવાના સમયગાળા પર હાલમાં વિચારણા કરી રહ્યું છે, ત્યારે ભારતીય સ્ટોકસમાં કરેકશન વિચારવાની બાબત છે, એમ વિશ્લેષકે ઉમેર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code