1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ ‘ગ્લોબલ સિટીઝન લાઈવ સમિટ’ને સંબોધિત કરી – ગરિબી પડકાર તથા ભારતીયોને પાયાની જરુરીયાત ઉપલબ્ધ કરાવવા સહીત અનેક વાતનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ ‘ગ્લોબલ સિટીઝન લાઈવ સમિટ’ને સંબોધિત કરી – ગરિબી પડકાર તથા ભારતીયોને પાયાની જરુરીયાત ઉપલબ્ધ કરાવવા સહીત અનેક વાતનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ ‘ગ્લોબલ સિટીઝન લાઈવ સમિટ’ને સંબોધિત કરી – ગરિબી પડકાર તથા ભારતીયોને પાયાની જરુરીયાત ઉપલબ્ધ કરાવવા સહીત અનેક વાતનો કર્યો ઉલ્લેખ

0
Social Share
  • પીએમ મોદી એ ગ્લોબલ સિટીઝન લાઈવનું સંબોધન કર્યું
  • ગરીબી સામે ત્યારે જ લડી શકાય છે જ્યારે લોકો સરકારને પોતાનો ભાગીદાર માની લે- પીએમ મોદી

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએવિતેલા દિવસને  શનિવારે ગ્લોબલ સિટિઝન લાઈવ સમિટને સંબોધી હતી. આ સમિટમાં પીએમ એ ભારતીય નાગરિકોને પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટે ગરીબીના પડકાર પર નિવેદનો પણ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમે કોરોના વાયરસ મહામારી વચ્ચે આ યુગમાં કોરોના વોરિયર્સ, ડોકટરો, નર્સો અને તબીબી કર્મચારીઓની સામૂહિક ભાવનાની ઝલક જોઈ. તે  દરેક આ મહામારી સામે લડનાનો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ આપ્યો. અમે અમારા વૈજ્ઞાનિકો અને સંશોધકોમાં સમાન ભાવના નિહાળી જેમણે રેકોર્ડ સમયમાં અમને વેક્સિન ઉપલબ્ધ કરાવી છે.

મોદીએ કહ્યું, “સાચા ભાગીદારો તેઓને (ગરીબોને) સશક્ત બનાવવા માટે માળખું આપશે, જેથી તેઓ ગરીબીના ચક્રમાંથી બહાર આવે. જ્યારે ગરીબોને મજબૂત કરવા માટે શક્તિનો ઉપયોગ થાય છે, ત્યારે તેમની પાસે ગરીબી સામે લડવાની તાકાત પણ હોય છે.” .

પ્રધાનમંત્રી મોદીએ કોરોના મહામારી પર નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું, “બે વર્ષથી, આપણે આપણા જીવનની સૌથી મોટી વૈશ્વિક મહામારી સાથે માનવતાને ઝઝૂમતી જોય છે, આ મહામારી સામે લડતા અમારા વહેંચાયેલા અનુભવથી અમને શીખવા મળ્યું છે કે જ્યારે આપણે સાથે હોઈએ ત્યારે આપણે મજબૂત અને વધુ શક્તિશાળી હોઈએ છીએ.

આ સાથે જ ” પીએમએ મોદી એ આગળ કહ્યું,હતું કે “અમારી સરકારે બેન્કિંગ સિસ્ટમથી બહાર રહેતા લોકોને બેન્કિંગ સાથે જોડ્યા છે. કરોડો લોકોને સુરક્ષા કવરેજ પૂરું પાડ્યું છે. 50 કરોડથી વધુ લોકોને મફત અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સુવિધાઓ આપી છે.હ. આ સાથે જ અમારી સરકારે 3 કરોડ મકાનો પણ તૈયાર કર્યા છે.આ સાથે જ પીએમ મોદી એ આ સમિટમાં કોરોના વોરિયર્સને ખાસ યાદ કરીને તેઓનો આભાર માન્યો હતો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code