1. Home
  2. ગુજરાતી
  3. ડેનમાર્કના PM આજે તાજમહેલની મુલાકાત લેશે – 2 કલાક માટે પ્રવાસીઓને તાજમહેલ અને આગરાના કિલ્લામાં એન્ટ્રી નહી મળે 
ડેનમાર્કના PM આજે તાજમહેલની મુલાકાત લેશે – 2 કલાક માટે પ્રવાસીઓને તાજમહેલ અને આગરાના કિલ્લામાં એન્ટ્રી નહી મળે 

ડેનમાર્કના PM આજે તાજમહેલની મુલાકાત લેશે – 2 કલાક માટે પ્રવાસીઓને તાજમહેલ અને આગરાના કિલ્લામાં એન્ટ્રી નહી મળે 

0
Social Share
  • ડેનમાર્કની પીએમ આજે કરશે તાજના દિદાર   
  • 2 કલાક માટે કોઈ પણ પ્રવાસીને તાજમહેલમાં નહી મળે પ્રવેશ
  • આગરના  કિલ્લામાં પ્રવેશ  પર પણ પ્રતિબંધ

દિલ્હીઃ- વિશ્વની સાતમી અજાયબીઓમાં ભઆરતના આગરા સ્થિત તાજમહેલનો સમાવેશ થાય છે જેના દિદાર માટે વિશ્વભરની જાણીતી હસ્તીઓ આવતી હોય છે, તાજની સુંદરતા  વિશ્વભરમાં જાણીતી છે ત્યારે હવે ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડ્રિક્સન પણ તાજમહેલના દિદાર કરવા ભારત આવી પહોચ્યા છે.

વિતેલા દિવસને શનિવારના રોજ આગરા ખાતે પ્રધાનમંત્રી મેટ ફ્રેડ્રિક્સન આવીપહોંચ્યા હતા ,તેઓ વિતેલી રાત તાજ પૂર્વ ગેટ પાસે આવેલી હોટલ મગર વિલાસમાં રોકાયા હતા ,તેઓ આજે સવારે તાજ મહેલની મુલાકાત કરનાર છે.આ સાથે જ તેમની ખાસ મુલાકાતને લઈને આજે સવારથી અન્ય પ્રવાસીઓ માટે તાજ તથા આગરાના કિલ્લા પર બે કલાક માટે પ્રવેશ નિષેઘ રાખવામાં આવ્યો છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, તાજમહેલ રવિવારે સવારે 8.30 થી 10.30 સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે નહી,જ્યારે આગરાનો કિલ્લો સવારે 9.50 થી 11.50 સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન પ્રવાસીઓને કિલ્લામાં પ્રવેશ મળશે નહીં.

ઉલ્લખેનીય છે કે કોરોના પહેલા એટલે કે જાન્યુઆરી 2020 માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજની મુલાકાતે આવ્યા બાદ હવે કેટલાક વીવીઆઈપી ગેસ્ટ તાજ જોવા આવ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડ્રિકસનની તાજની મુલાકાતને ધ્યાનમાં રાખીને રોયલ ગેટથી મુખ્ય ગુંબજ વચ્ચેની નહેરની સફાઈનું કામ હાથ ધર્યું હતું.

 

આઈએસઆઈ સ્ટાફ દ્વારા કેનાલ અને ડાયના સીટ પાસેની સેન્ટ્રલ ટેંકમાં પાણી બદલીને તેને સ્વચ્છ રીતે રંગવામાં આવ્યું છે, નહેરની સાથે લાલ પથ્થરના માર્ગોની બંને બાજુના છોડ વ્યવસ્થિત રીતે કાપવામાં આવ્યા હતા, જ્યારે વૃક્ષોના નીચેના ભાગો સફેદ રંગથી રંગવામાં આવ્યા હતા. રોયલ ગેટના પથ્થરો અને દરવાજાઓની પણ સફાઈ હાથ ઘરવામાં આવી હતી, જ્યારે મુખ્ય ગુંબજ પર સંગનરમર પરના ડાઘ પણ દૂર કરવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code