1. Home
  2. ગુજરાતી
  3. સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરી રહી છે જમીનોનું આધાર કાર્ડ, તેના આ ફાયદા થશે
સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરી રહી છે જમીનોનું આધાર કાર્ડ, તેના આ ફાયદા થશે

સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરી રહી છે જમીનોનું આધાર કાર્ડ, તેના આ ફાયદા થશે

0
Social Share
  • સરકાર ટૂંક સમયમાં જમીનોનું આધાર કાર્ડ લોન્ચ કરશે
  • જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની ઓળખ અપાશે
  • જેને ULPIN તરીકે ઓળખવામાં આવશે

નવી દિલ્હી: આજે કોઇપણ કામકાજ માટે આધાર કાર્ડને સૌથી મહત્વનું દસ્તાવેજ માનવામાં આવે છે ત્યારે આધાર કાર્ડના કારણે લોકોનો રેકોર્ડ રાખવામાં સરકારને ઘણી સરળતા થઇ ગઇ છે ત્યારે હવે આધાર કાર્ડની જેમ જ સરકાર જમીન માટે પણ આગવુ આધાર કાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની ઓળખ અપાશે. જેને ULPIN તરીકે ઓળખવામાં આવશે. આ નંબર તમામ બેંકો તેમજ સરકારી સંસ્થાઓ પાસે હશે. જે રીતે આધાર કાર્ડથી વ્યક્તિની ઓળખ થાય છે તે જ રીતે ULPINથી પણ જમીનની ઓળખ કરાશે.

અક્ષાંક્ષ રેખાંશના આધારે જમીનના રેકોર્ડને ડિજિટલાઈઝ કરીને ULPIN તૈયાર કરશે અને તેને ઓનલાઈન કરવામાં આવશે.

એક વખત આ ઓળખ કાર્ડ મળે ત્યારબાદ જમીનની કોઇપણ પ્રકારની જાણકારી માટે રેવેન્યૂ ઓફિસના ધક્કા નહીં ખાવા પડે, આ જમીનના ખરીદ વેચાણનો રેકોર્ડ પણ તેના આધારે ઓનલાઇન ઉપલબ્ધ રહેશે. પ્રિન્ટ આઉટ પણ લઇ શકાશે.

ULPINના કારણે જમીનના ઝઘડા ઘટશે કારણ કે ખોટી રીતે જમીનનુ રજિસ્ટ્રેશન જમીન માલિક સિવાય બીજા કોઈના નામ પર નહીં કરી શકાય. એક જ જમીન પર અલગ અલગ બેન્કોમાંથી લોન લેવાનુ પણ ઘટી જશે.બે નંબરની લેવડ દેવડ પર પણ રોક લાગશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં લેન્ડ રેકોર્ડના ડિજિટલાઈઝેશનની કામગીરી ચાલી રહી છે અને 94 ટકા કામગીરી દેશમાં પુરી થઈ ગઈ છે.5220 રજિસ્ટ્રેશન ઓફિસો પૈકી 4883ને ઓનલાઈન કરાઈ છે. 19 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code