અજબ-ગજબ: આ છે દુનિયાનો સૌથી અનોખો દેશ, જ્યાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા લોકો જોવા મળે છે !
- આ છે દુનિયાનો સૌથી અનોખો દેશ
- જ્યાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા લોકો જોવા મળે છે !
- લોકો ઊંચાઈ પાછળ આ વસ્તુને જવાબદાર માને છે
દુનિયામાં ઘણા એવા દેશ છે, જેમની વિશેષતાઓ તેમને અન્ય દેશો કરતા અલગ બનાવે છે, પછી તે સંસ્કૃતિ હોય કે ત્યાં રહેતા લોકો, જાણે કે કોઈ દેશના લોકો ખૂબ ઊંચા હોય છે, તો એવા ઘણા દેશો છે જ્યાં રહેતા લોકોની ઊંચાઈ અન્ય દેશોના મુકાબલે ઓછી હોય ! પરંતુ શું તમે જાણો છો કે,દુનિયામાં એક એવો દેશ પણ છે. જ્યાં લોકોની ઊંચાઈ વિશ્વમાં સરેરાશ સૌથી ટૂંકી છે. જો નથી જાણતા, તો આવો જાણીએ દુનિયામાં એવો કયો દેશ છે જ્યાં લોકોની ઊંચાઈ સૌથી ઓછી છે.
અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઇસ્ટ તિમોર એટલે કે ટીમોર-લેસ્ટેની જ્યાં રહેતા લોકોની સરેરાશ ઊંચાઈ માત્ર 5 ફૂટ છે. હવે જો કે વિશ્વનો સૌથી ટૂંકો પુરુષ નેપાળનો છે અને સૌથી નાની મહિલા ભારતની છે, પરંતુ ઇસ્ટ તિમોર વિશ્વનો એક એવો અનોખો દેશ છે જ્યાં સૌથી ઓછી હાઈટ ધરાવતા લોકો રહે છે.
અહેવાલ મુજબ અહીં રહેતા પુરૂષોની સરેરાશ લંબાઈ 159.79 સેન્ટિમીટર છે જ્યારે મહિલાઓની સરેરાશ લંબાઈ 151.15 સેન્ટિમીટર છે. ઊંચાઈ પાછળ લોકોના જીન્સની પણ અસર પડે છે, તેથી અહીંના લોકોની ઓછી ઊંચાઈ પાછળનું કારણ જીનેટિક્સ છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 1896ની સરખામણીમાં ઇસ્ટ ટીમોરના લોકોની ઊંચાઈમાં વધારો થયો છે. આ સમયે અહીંના લોકોની ઊંચાઈ 5 ફૂટ હતી, પરંતુ વર્ષ 1960 સુધીમાં સરેરાશ ઊંચાઈ વધીને 5.3 ફૂટ થઈ ગઈ હતી, પરંતુ 1970 પછી ફરીથી ઊંચાઈ ઓછી થવા લાગી.
વિશ્વના સૌથી ઊંચા લોકો નેધરલેન્ડમાં રહે છે જ્યાં લોકોની સરેરાશ ઊંચાઈ 6 ફૂટ છે. નોંધનીય છે કે,નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન અનુસાર, ભારતમાં પુરુષોની સરેરાશ ઊંચાઈ 5.8 ફૂટ છે જ્યારે મહિલાઓની ઊંચાઈ 5.3 ફૂટ છે. વર્ષ 2020ના એક રિપોર્ટ અનુસાર સરેરાશ ઊંચાઈમાં વધારો થયો છે.