
શું તમારા બાળકોની દ્રષ્ટિ કમજોર છે કે નહી ? હવે ઘર બેઠા જ સ્માર્ટ ફોનની મદદથી જાણી શકાય તેવું સંશોધન હાથ ઘરાયુ
- બાળકોની દ્રષ્ટિ તેજ છે કે નહી ઘર બેઠા ખબર મેળવો
- ઘણા બાળકોને નાનપણમાં જ ચશ્મા આવી જતા હોય છે
- બાળકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખો
ઘણા બાળકો નાનપણથી જ ખૂબ ટીવી જોતા હોય છે અને મોબાઈલ ફોન મચડતા હોય છે, આવી સ્થિતિમાં બાલકોને નંબર આવવાની પુરેપુરી શક્યતાઓ હોય છે ત્યારે આપણે બાળકને જો નંબર હોય અને આપણે ખબર ન હોય તો સ્વાભાવિક વાત છે કે આપણે ડોક્ટરની મુલાકાત લઈએ છે, આંખના ડોક્ટર પાસે તપાસ કરાવીએ છીએ, જો કે હવેે આપણે કેટલીક ટિપ્સ એવી જોઈએ કે જેના થકી તમે હવે જો બાળકોની આંખોની રોશની નબળી હશે તો તેમને હોસ્પિટલ દોડવાની જરૂર નહીં પડે. સ્માર્ટ ફોનમાંથી આંખની તસવીર લઈને પણ ડોકટર આંખોને લગતા રોગનું નિદાન કરી શકશે.
આ માટે કેજીએમયુએ સ્માર્ટ ફોનથી આંખોના લીધેલા ફોટા કેટલા અસરકારક છે તેના પર સંશોધન શરૂ કર્યું છે. પ્રારંભિક પરીક્ષણમાં, લગભગ 20 ટકા શાળાના બાળકોને આંખની સમસ્યા હોવાનું નિદાન થયું છે.
KGMU ડિપાર્ટમેન્ટ ઑફ ઑપ્થેલ્મોલોજી કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રોજેક્ટ હેઠળ સંશોધન કરી રહ્યું છે. શાળાના બાળકોમાં એક્યુલર મૅરાલિટી સ્ક્રીનિંગ માટે સ્માર્ટ ફોન ફોટોગ્રાફીના નામે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ લખનૌની 50 સરકારી શાળાઓના લગભગ 2 હજાર 500 બાળકોની આંખોની તપાસ કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને સંશોધનમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમની ઉંમર છ થી 12 વર્ષની વચ્ચે છે.
ડો. સિદ્ધાર્થે જણાવ્યું કે, સ્માર્ટ ફોનથી આંખોનો ફોટો લઈને રોગની ઓળખ કરવામાં આવી રહી છે. આંખના સ્ક્રીન પરથી પ્રતિબિંબ (રેટિનલ ગ્લો)ના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સ્માર્ટ ફોનનો ફોટો આંખોની નબળાઈ શોધવામાં પ્રારંભિક તપાસમાં અસરકારક સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 20 ટકા બાળકોની દૃષ્ટિ નબળી છે. તેમણે કહ્યું કે તપાસ માટે બાળકોની રેન્ડમલી પસંદગી કરવામાં આવી છે.
ઑપ્થેલ્મોલોજી વિભાગના ડૉ.સિદ્ધાર્થ અગ્રવાલના જણાવ્યાપ્રમાણે, ઘણી વખત નાના બાળકો અક્ષરો ઓળખી શકતા નથી. આ કિસ્સામાં રોગને ઓળખવો મુશ્કેલ બની જાય છે. પરિણામે, દ્રષ્ટિ સંબંધિત રોગો સમયસર શોધી શકાતા નથી. મર્જની વિલંબિત શોધ આંખના સ્વાસ્થ્ય માટે ઘાતક છે. તેનાથી રોગ ગંભીર બનવાનું જોખમ વધી જાય છે.