1. Home
  2. ગુજરાતી
  3. રિલાયન્સ જિયોનો રિચાર્જ પ્લાન પણ થયો મોંઘો, 31 રૂપિયાથી વધીને 480 રૂપિયા સુધી વધ્યો રેટ, નવી કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થશે
રિલાયન્સ જિયોનો રિચાર્જ પ્લાન પણ થયો મોંઘો, 31 રૂપિયાથી વધીને 480 રૂપિયા સુધી વધ્યો રેટ, નવી કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થશે

રિલાયન્સ જિયોનો રિચાર્જ પ્લાન પણ થયો મોંઘો, 31 રૂપિયાથી વધીને 480 રૂપિયા સુધી વધ્યો રેટ, નવી કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થશે

0
Social Share
  • રિલાયન્સ જિયોનો રિચાર્જ પ્લાન થયો મોંઘો
  • 31 રૂપિયાથી વધીને 480 રૂપિયા સુધી વધ્યો રેટ
  • નવી કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થશે

મુંબઈ:એરટેલ અને વોડાફોન-આઈડિયાની જેમ રિલાયન્સ જિયોનું મોબાઈલ રિચાર્જ પણ મોંઘુ થઈ ગયું છે.રિપોર્ટ અનુસાર દેશની સૌથી મોટી પ્રાઈવેટ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં 21 ટકાનો વધારો કર્યો છે. રિચાર્જ પ્લાનના નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.

તાજેતરમાં, ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાએ ટેરિફ દરોમાં વધારો કર્યો છે. આ વધારા સાથે એવી અટકળો ચાલી રહી હતી કે,રિલાયન્સ જિયો પણ આવું પગલું ભરી શકે છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ સર્વિસ પ્રોવાઈડર કંપની ટેરિફના દરમાં વધારો કરે છે, ત્યારે અન્ય કંપનીઓ પણ તે જ પગલાને અનુસરે છે. તેથી, જિઓ પણ દર વધારાની આ રેસમાં જોડાઈ ગયું છે. પહેલા એરટેલ અને પછી વોડા-આઈડિયાએ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો.

આ સાથે જિયોના અલગ-અલગ પ્લાન 31 રૂપિયાથી વધીને 480 રૂપિયા થઈ ગયા છે. JioPhone માટે ખાસ લાવવામાં આવેલા 75 રૂપિયાના જૂના પ્લાનની નવી કિંમત હવે 91 રૂપિયા હશે.તો,અમર્યાદિત પ્લાન માટે 129 રૂપિયાનો ટેરિફ પ્લાન હવે 155 રૂપિયામાં ઉપલબ્ધ થશે. દેખીતી રીતે, એક વર્ષની વેલિડિટી પ્લાનમાં દરોમાં સૌથી વધુ વધારો થયો છે. પહેલા આ પ્લાન 2399 રૂપિયામાં ઉપલબ્ધ હતો, પરંતુ હવે ગ્રાહકે આ માટે 2879 રૂપિયા ખર્ચવા પડશે.

રિલાયન્સ જિયોના ડેટા એડ-ઓન પ્લાનના દરમાં પણ વધારો થયો છે. હવે 6 જીબી વાળા 51 રૂપિયાના પ્લાન માટે હવે 61 રૂપિયા અને 101 વાળા 12 જીબી વાળા એડ-ઓન પ્લાન માટે 121 રૂપિયાનો ખર્ચ થશે. સૌથી મોટો 50 GB પ્લાન પણ 50 રૂપિયા મોંઘો થઇને 301 રૂપિયા થઈ ગયો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code