
હવે 18 વર્ષે નહી પરંતુ 21 વર્ષ થશે દિકરીઓના લગ્ન – પ્રસ્તાવને કેબિનેટની મહોર લાગી
- યુવતીઓ માટે લ્ગનની આયુ 18 થી 21 વર્ષ કરવામાં આવી
- આ પ્રસ્તાવને છેવટે કેબિનેટની લાગી મહોર
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી યુવતીઓના લગ્નની ઉમંર 18 વર્ષી વધારીને 21 વર્ષની કરવાની વાત ચાલી રહી હતી ત્યારે હવે ફાઈનલી વિતેલા દિવસને બુધવારે 21 વર્ષે યુવતીઓના લગ્ન કરવાના પ્રસ્તાવને કેબિનેટની મહોર લાગી ચૂકી છે, હવેથી દેશમાં યુવતીઓ માટે લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરી દેવામાં આવી છે.હવે કેન્દ્ર સરકાર વર્તમાન કાયદાઓમાં સુધારા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરશે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં યુવતીઓની લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમના લગ્ન યોગ્ય સમયે થાય તે ખૂબ જરૂરી છે.
આ સાથે જ વર્તમાન કાયદા અનુસાર, દેશમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ વય 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે, પરંતુ સરકાર હવે મહિલાઓને સશક્ત બનાવવા માટે લગ્નની ઉંમર વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો પણ ચોક્કસ પણે કરશે.જેથી યુવતીઓના જીવન સાથે થઈ રહેલા અત્યાચારોના પણ અંત આવશે
ઉલ્લેખનીય છે કે જૂન 2020માં સરકારે આ અંગે એક ટાસ્ક ફોર્સની રચના પણ કરી હતી. ટાસ્ક ફોર્સે એ જ વર્ષે લગ્નની ઉંમર વધારવાના પ્રસ્તાવ પર પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતોઆ સાથે જ આ પ્રસ્તાવ મામલે સમતા પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય અને ટાસ્ક ફોર્સના વડા જયા જેટલીએ તેની ભલામણ કરી હતી. આ પગલું મહિલાઓના સશક્તિકરણ માટે હતું અને વસ્તીને નિયંત્રિત કરવા માટે નહીં.