1. Home
  2. ગુજરાતી
  3. પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ તાલિબાનની – ભૂલમાં દુશ્મને પૈસા થઈ ગયા ટ્રાન્સફર,હવે રિટર્ન આપવાનો ઈનકાર
પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ તાલિબાનની – ભૂલમાં દુશ્મને પૈસા થઈ ગયા ટ્રાન્સફર,હવે રિટર્ન આપવાનો ઈનકાર

પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ તાલિબાનની – ભૂલમાં દુશ્મને પૈસા થઈ ગયા ટ્રાન્સફર,હવે રિટર્ન આપવાનો ઈનકાર

0
Social Share
  • ભલથી તાલિબાને દુશ્મનને ટ્રાન્સફર કરી દીધઈ મોટી રકમ
  • હવે સામે વાળઈ પાર્ટી આપવાથી કરી રહી છે મનાઈ
  • તાલિબાનની આર્થિક તંગીમાં વધુ માર પડ્યો

તાલિબાને ભલે અફઘાનિલ્તાન પર પોતાનું રાજ જમાવ્યિં હોય પરંતુ વિશ્વભરમાં તેની નિંદા આજની સ્થિતિમાં પણ થઈ જ રહી છે,આ સાથે જ તાલિબાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે વાતથી ,સો કોઈ વાકેફ છે,ત્યારે હવે તાલિબાનની સ્થિતિ પડ્યા પર પાડૂ વાગવા દેવી થઈ છે, જી હા તાલિબાનની હાલત ગરિબી મે આટા ગીલા જેવી થઈ છે,

વાત જાણે એમ છે કે તજાકિસ્તાનમાં તજાકિસ્તાનના તેમના દૂતાવાસના ખાતામાં તાલિબાને ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ હવે તાજિકિસ્તાન આ પૈસા પરત કરવાનો ઇનકાર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તાજિકિસ્તાન તાલિબાનનું સખત ટીકાકાર છે.બન્ને એક બીજાના દુશ્મન છે ત્યારે આવી સ્થિતિમાં તજાકિસ્તાન પૈસા પરત ન કરે એ વાત સહજ છે.

દુશાન્બે સ્થિત ન્યૂઝ વેબસાઈટ અવેસ્ટાએ થોડા દિવસો પહેલા અહેવાલ આપ્યો હતો કે તજાકિસ્તાનમાં અફઘાન દૂતાવાસના ખાતામાં તાલિબાને લગભગ $8 મિલિયન અંદાજે 6 કરોડથી વધુ રુપિયા ટ્રાન્સફર કરી દીધા હતા, જોકે આ કરવાનું ન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પૈસા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર દ્વારા ટ્રાન્સફર કરવાના હતા. આ નાણાનો ઉપયોગ તજાકિસ્તાનમાં શરણાર્થી બાળકો માટે શાળાને નાણાં આપવા માટે કરવાનો હતો. જો કે, જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો અને ગની દેશ છોડીને ભાગી ગયો, ત્યારે સોદો નિષ્ફળ ગયો.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ મામલે તજાકિસ્તાનનું કહેવું છે કે તેણે શાળાનું નિર્માણ કરાવ્યું નથી, પરંતુ ચાર મહિનાથી શિક્ષકો અને દૂતાવાસના કર્મચારીઓ આ ફંડમાંથી તેમનો પગાર લઈ રહ્યા છે. તમામ નાણાં દૂતાવાસ અને અફઘાનિસ્તાનના નાગરિકોની જરૂરિયાતો પર ખર્ચવામાં આવી રહ્યા છે. તજાકિસ્તાન સરકાર સત્તાવાર રીતે તાલિબાનને આતંકવાદી સંગઠન તરીકે ગણે છે, તેથી હવે પૈસા પરત કરવા લગભગ અશક્ય માનવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code