1. Home
  2. ગુજરાતી
  3. Google ના ઉપયોગ વખતે આ કામ ના કરતા, અન્યથા જેલના સળિયા પાછળ ધકેલાઇ જશો
Google ના ઉપયોગ વખતે આ કામ ના કરતા, અન્યથા જેલના સળિયા પાછળ ધકેલાઇ જશો

Google ના ઉપયોગ વખતે આ કામ ના કરતા, અન્યથા જેલના સળિયા પાછળ ધકેલાઇ જશો

0
Social Share
  • Googleનો ઉપયોગ કરતી વખતે આ ભૂલો ના કરતાં
  • અન્યથા તમે જેલ ભેગા થશો
  • જાણો શું શું ના સર્ચ કરવું જોઇએ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત સર્ચ એન્જિન તરીકે ગૂગલ ટોપ પર છે અને સમગ્ર વિશ્વમાં પ્રતિદીન ગૂગલ સર્ચ પર હજારો વસ્તુઓ વિશે લાખો લોકો સર્ચ કરતા હોય છે. જો કે કેટલીક વસ્તુઓ  ગૂગલ પર સર્ચ કરવાથી તમે જેલભેગા પણ થઇ શકો છો.

આજે ઇન્ટરનેટ સર્ફિંગ ક્ષેત્રમાં ગૂગલ સર્ચ પોતાનો એકાધિકાર સ્થાપિત કરી ચૂક્યું છે અને પોતાનું પ્રભુત્વ પણ ધરાવે છે. તે દરેક સર્ચ માટે સટીક પરિણામો તમારી સમક્ષ રજૂ કરતું હોય છે.

ગૂગલનું અલ્ગોરીધમ પ્રમાણે તે યૂઝર્સની ગતિવિધિઓને ટ્રેક કરીને તેને ઉત્તમ સૂચનો પુરું પાડતું હોય છે અને તેને ઉત્કૃષ્ટ પરિણામો સુધી લઇ જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લેટફોર્મની સિક્યોરિટીની લઇને પણ ગૂગલે ઘણાં નિયમો અને શરતો લાગુ કર્યા છે.

આ કામ ભૂલથી પણ ગૂગલ પર ના કરતા અન્યથા ફસાઇ જશો

જે ફિલ્મો હજુ રીલિઝ ના થઇ હોય તેને ઑનલાઇન લીક કરવી એ એક મોટો ગુનો ગણાય છે. તે ઉપરાંત જો તમે પાયરસી સાથે જોડાયેલ ફિલ્મો ડાઉનલોડ કરો તો એ પણ એક ગુનો બને છે. તે ઉપરાંત સિનેમાઘરોમાં ફિલ્મ રેકોર્ડ કરવી અને તેનો બિઝનેસ કરવો પણ ગુનો છે. તેથી આ કાયદો યાદ રાખવો આવશ્યક છે અન્યથા તમને 3 વર્ષની જેલ અને 10 લાખનો દંડ થઇ શકે છે.

તે ઉપરાંત ગુનામાં કોઇ વ્યક્તિની પરવાનગી વગર પ્રાઇવેટ ફોટો કે વીડિયો ઓનલાઇન ઇન્ટરનેટ પર લીક કરવું છે. આ પણ ગંભીર ગુનો ગણાય છે. સાઇબર ક્રાઇમની કલમ અંતર્ગત આવું કરવાથી તમે જેલના સળિયા પાછળ ધકેલાઇ શકો છો.

જો તમે ગૂગલ પર બોંબ બનાવવાની પ્રક્રિયા કે તેના સંબંધિત કંઇક સર્ચ કરશો તો તેનું ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. તેના વિશે સર્ચ કરવાથી તમે જેલમાં જઇ શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code