1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાને ધ્યાનમાં રાખીને ચોટીલા મંદિર પ્રશાસનનો નિર્ણય, ચામુંડા માતાના મંદિરમાં 17થી 23 જાન્યુઆરી સુધી આરતી દર્શન બંધ
કોરોનાને ધ્યાનમાં રાખીને ચોટીલા મંદિર પ્રશાસનનો નિર્ણય, ચામુંડા માતાના મંદિરમાં 17થી 23 જાન્યુઆરી સુધી આરતી દર્શન બંધ

કોરોનાને ધ્યાનમાં રાખીને ચોટીલા મંદિર પ્રશાસનનો નિર્ણય, ચામુંડા માતાના મંદિરમાં 17થી 23 જાન્યુઆરી સુધી આરતી દર્શન બંધ

0
Social Share
  • ભગવાન-ભક્ત વચ્ચે ફરી આરતીમાં અંતર
  • 17થી 23 જાન્યુઆરી સુધી આરતી દર્શન બંધ
  • ભીડ ન થાય તે માટે લેવાયો નિર્ણય

ચોટીલા: રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થતા ભગવાન અને ભક્તો વચ્ચે ફરી અંતર વધ્યું છે.. કારણ કે, કોરોનાનું સંક્રમણ વધવાને કારણે શહેર અને જિલ્લાના મોટા મંદિરોમાં નિયમો ફરી કડક કરી દેવાયા છે.ચોટીલા મંદિરમાં તારીખ 17થી 23 જાન્યુઆરી સુધી સવાર અને સાંધ્ય આરતીના દર્શન યાત્રિકો માટે બંધ રહેશે.

કોરોનાની વધતી મહામારીને લઇને ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આરતીમાં કોઈ પણ ભીડ ન થાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આરતી બાદ સોશિયલ ડિસ્ટન્ટ અને માસ્ક સહીતની ગાઇડલાઇનના પાલન સાથે જ દર્શનાર્થી દર્શન કરી શકશે તેમજ માસ્ક વગર કોઇ પણ યાત્રાળુને પ્રવેશ આપવામાં આવશે નહીં.

જો કે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ અત્યારે રાજ્યમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેને કારણે આ પ્રકારે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે ભીડને ટાળવામાં આવે તે અત્યારે સૌથી અસરકારક ઉપાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code