
યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટેનું ઓપરેશન ગંગા આજે થશે સમાપ્ત- સરકારની ટીમ ભારત પરત ફરશે
- ઓપરેશન ગંગા આજે થશે સમાપ્ત
- સરકારની ટીમ ભારત આજે સાંજ સુધી પાછી ફરશે
દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો શરુ કર્યાને આજે 15મો દિવસ છે ત્યારે આવી સ્થિતિમાં ભારત સરકારે એથાગ પ્રયત્નો કરીને ભારતીયોને વતન વાપસી કરાવી છે, ઓપરેશન ગંગા હેઠળ ભઆરતના લોકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી રહ્યા છે આ સાથે જ કેન્દ્ર સરકારની એક ટીમ પણ ત્યા પહોંચી હતી.
ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે આજે ગુરૂવારે યુક્રેનમાં ભારતનું ઈવેક્યુએશન ઓપરેશન સમાપ્ત થઈ જશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે, ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું, જે અંતર્ગત ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવ્યા છે.
એક મિડાય. રિપોર્ટ પ્રમાણે યુક્રેનથી સરકારી ટીમોની વાપસીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને ઓપરેશન ગંગા હેઠળની છેલ્લી ફ્લાઇટ્સ આજે સાંજ સુધીમાં ભારત પરત આવી જશે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી, સરકારે લગભગ 18 હજાર જેટલા ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓનો જ સમાવેશ થાય છે. સુમીમાં ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓની છેલ્લી બેચ પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. તેમના આગમન પછી, એક છેલ્લી ફ્લાઇટ ભારત માટે રવાના થશે
75 વિશેષ નાગરિક ફ્લાઇટ દ્વારા એરલિફ્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા 15 હજાર 521 છે. આ ઉપરાંત, ભારતીય વાયુસેનાએ ઓપરેશન ગંગાના ભાગ રૂપે 2 હજાર 467 ભારતીયો અને 32 ટનથી વધુ રાહત સામગ્રીને પરત લાવવા માટે 12 ફ્લાઇટ્સ ચલાવી હતી. નાગરિક ફ્લાઇટ્સમાં, બુકારેસ્ટથી 21 ફ્લાઇટ્સ દ્વારા 4 હજાર 575યાત્રીઓ , સુસેવાથી 9 ફ્લાઇટ્સ દ્વારા 1 હજાર 820યાત્રીઓ, બુડાપેસ્ટથી 28 ફ્લાઇટ્સ દ્વારા 5 હજાર 571 યાત્રીઓ, કોસીસેથી 5 ફ્લાઇટ્સ દ્વારા 909 મુસાફરો, રઝેજોથી 11 ફ્લાઇટ્સ દ્વારા 2 હજાર 404 ભારતીયોને પરત વતન લાવવામાં આવ્યા છે અને કિવથઈ 224માં વ્યક્તિઓ લાવવામાં આવ્યા છે