
ફૂડ ડિલિવરી એપ ઝોમેટો તથા સ્વિગીની હવે નહી ચાલે મનમાની – સીસીઆઈ એ આપ્યા તપાસના આદેશ
- ઝોમેટો-સ્વિગીની મનમાની હવે નહી ચાલે
- સીસીઆઈ એ તપાસના આદેશ જારી કર્યા
દિલ્હીઃ- બદલતા ટેકનોલોજી યુગ સાથે હવે ઓનલાઈન ફૂડ મંગાવાનો પમ ક્રેઝ વધ્યો છે જેમાં ઝોમેટો અને સ્વિગી એપ મોખરે છે, આજે દેશભરમાં આ એપથી ઓનલાઈન ફૂડ મંગાવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ભારતીય પ્રતિસ્પર્ઘા આયોગ એટલે કે કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ ભારત દેશની બે મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટા અને સ્વિગી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
આ તપાસ કરવા પાછળ કેટલાક મહત્વના કારણો દર્શાવાય છે, જેમાં ખાસ કપરીને એયોગ્ય કિમંત અને વિલંબીત પેમેન્ટનો પણ સમાવેશ થાય છે.આ સાથે જ આ બન્ને ફૂડ ડિલિવરી એપની કામકરવાની રીત પર પણ સવાલ ઉઠ્યા છે.ત્યારે હવે આ બાબતે સંપૂર્મ તપાસના આદેશ જારી કરાયા છે.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ વિતેલા વર્ષે દરમિયાનના જુલાઈ મહિનામાં સ્વિગી અને ઝોમેટો વિરુદ્ધ કોમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયામાં ફરિયાદ કરી હતી. કમિશને કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ બંને વચ્ચે હિટોની ટક્કર હોવાનું જણાય છે.
સીસીઆઈ એ તપાસ અંગે જણાવ્યું છે કે ઝોમેટો અને સ્વિગી બંને દેશની સૌથી મોટી ફૂડ ડિલિવરી ચેન છે, જે ગ્રાહક અને રેસ્ટોરન્ટ વચ્ચે પ્લેટફોર્મ તરીકે કામ કરી રહી છે. બંને કંપનીઓ બજાર પર મજબૂત પકડ ધરાવે છે, તેથી તેઓ પ્રતિકૂળ અસર કરી શકે છે અને વ્યવસાયની તકના સ્તરને અસર કરી શકે છે.
આ મામલે પંચે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને કંપનીઓ એવા રેસ્ટોરન્ટ્સને વધુ પ્રાધાન્ય આપે છે જ્યાં તેમની પાસે ભાગીદારી હોય. વધુમાં કહેવામાં આવ્યું છે આવી બાબતો બજારની સ્પર્ધાને અસર કરી શકે છે જેની ખૂબ જ ખરાબ અસર પડવાની સંભાવનાઓ દેખાઈ છે.
આ સાથે જ ઝોમેટો અને સ્વિગીના કરારોમાં કિંમતની સમાનતા કલમનો સમાવેશ થાય છે, જે મુજબ રેસ્ટોરન્ટ્સ જે કંપનીના ભાગીદાર છે તેઓ તેમના પોતાના પર અથવા અન્ય કોઈપણ ચેનલ દ્વારા ઊંચા ડિસ્કાઉન્ટ અથવા ઓછા ભાવે ખોરાક વેચી શકતા નથી. જે બજાર પ્રતિસપ્ર્ધા વિરુદ્ધ છે