1. Home
  2. ગુજરાતી
  3. IPL: RCB અને CSKની મેચમાં સ્ટેડિયમમાં સર્જાયા રોમેન્ટીક દ્રશ્યો, યુવતીએ કેમેરાની સામે પ્રેમીને કર્યું પ્રયોઝ
IPL: RCB અને CSKની મેચમાં સ્ટેડિયમમાં સર્જાયા રોમેન્ટીક દ્રશ્યો, યુવતીએ કેમેરાની સામે પ્રેમીને કર્યું પ્રયોઝ

IPL: RCB અને CSKની મેચમાં સ્ટેડિયમમાં સર્જાયા રોમેન્ટીક દ્રશ્યો, યુવતીએ કેમેરાની સામે પ્રેમીને કર્યું પ્રયોઝ

0
Social Share

મુંબઈઃ હાલ આઈપીએલ ચાલી રહી છે અને સ્ટેડિયમમાં ખેલાડીઓ રનનો વરસાદ કરી રહ્યાં છે. દરમિયાન RCB અને CSK વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યાં હતા. વાત જાણે એમ છે કે, સ્ટેડિયમમાં એક યુવતીએ ઘુંટણીએ બેસીને પ્રેમી યુવાનને પ્રયોઝ કર્યું હતું. આ દ્રશ્યો સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોની સાથે ટીવી પરના પ્રેક્ષકો જોઈને ચોંકી ઉઠ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લુરુ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈ ટીમની બેટીંગની 11મી ઓવર દરમિયાન સ્ટેડિયમ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યાં હતા. સ્ટેડિયમની અંદર એક યુવતીએ અચાનક જ એક યુવાનને પ્રપોઝ કર્યું હતું. આ યુવાન યુવતીનો બ્રોડફ્રેન્ડ હતો. કેમેરા મેને પણ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યાં હતા. ટીવી પર દર્શકોએ લાઈવ આ દ્રશ્ય જોયા હતા. યુવક અને યુવતી બંને આરસીબીની ટી-શર્ટ પહેરી હતી. જેથી આ બંને આરસીપીના પ્રશંસક હોવાનું જાણવા મળે છે. પ્રપોઝ બાદ સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકોએ તાલીઓથી તેમનું અભિવાન કર્યું હતું. તાલીઓના અવાજથી સ્ટેડિયમ પણ ગુંજી ઉઠ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ લોકો વીડિયો જોઈને વિવિધ અભિપ્રાય આપી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ આઈપીએલ ચાલી રહી છે. સ્ટેડિયમમાં ખેલાડીઓ ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરી રહ્યાં છે. જ્યારે બોલરો પણ પોતાની ટીમની જીત માટે ઘાતક બોલીંગથી બેસ્ટમેનોને પેવેલિયન પરત મોકલવાનો પ્રયાસ કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code