
તમારા બાળકો તમારાથી દૂર જઈ રહ્યા છે? તો તેના સાથે બોન્ડિંગ બનાવા અપનાવો આ ટિપ્સ
આજકાલ માતા-પિતા બંનેના કામકાજને કારણે બાળકો તેમનાથી દૂર થવા લાગ્યા છે. માતા-પિતા તેના અઠવાડિયાની રજા પર ઘરે હોય ત્યારે પણ તેઓ ઘરકામમાં વ્યસ્ત હોય છે પરિણામે બાળક ઘીમે ઘીમે માતા પિતાની અવગણના કરતું થી જાય છે.
તમારા પ્રત્યે બાળકનો ભાવનાત્મક લગાવ ઓછો જોઈને મન અસ્વસ્થ થઈ જાય છે. પછી તમે વિચારો છો કે શું કરવું જેથી બાળક તમારી નજીક આવે, તો ચાલો જોઈએ કેટલીક ટિપ્સ જે તમને તમારા બાળકની પાસે રાખશે
1 – જો તમે વર્કિંગ પેરેન્ટ છો, તો તમારે સવારે વહેલા ઉઠીને બાળકને થોડો ટાઈમ આપવો જોઈએ, અને બાળકને સવારે ફરવા લઈ જાઓ. તેની સાથે થોડી શારીરિક પ્રવૃત્તિ કરો. તેનાથી તમારું અને બાળકનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને બંને એકબીજા સાથે સમય પસાર કરી શકશે.
2 – વર્કિંગ પેરેન્ટ્સ માટે બાળક માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. જેથી તેઓ તેમના હિતોને સમજી શકે. આ સિવાય થોડો સમય મળે એટલે બાળક સાથે રમવાની વાત કરો. તેનાથી તેનામાં આત્મવિશ્વાસ વધશે.
3 – બાળકને તમારી નજીક લાવવા માટે, સૌથી પહેલા તેને તમારે વિશ્વાસ અપાવાનો છે કે તમે દરેક પરિસ્થિતિમાં તેની સાથે ઉભા છો. તેનો વિશ્વાસ જીતવો પડશે, તો જ તે તમારી સાથે ખુલી શકશે.
4 – તમારા બાળકોની સરખામણી બીજાના બાળકો સાથે ન કરો, તેનાથી તેનો આત્મવિશ્વાસ ઓછો થશે.નાનામાં નાના કાર્ય માટે બાળકની પ્રશંસા કરો. તેને પ્રોત્સાહિત કરો કારણ કે તે કોઈ આર્ટ અથવા પેઇન્ટિંગ બનાવે છે. તમારી આ સકારાત્મક પ્રતિક્રિયાથી બાળકો તમારી વચ્ચેનું અંતર ઘટાડશે.
5 – બાળક સાથે નાની ટ્રીપની યોજના બનાવો જ્યાં તમે બંને બાળકો સાથે પૂરો સમય વિતાવી શકો, એવા સ્થાન પર લઈ જાઓ જે તેના જ્ઞાનમાં પણ વધારો કરે. આ બધી પદ્ધતિઓ અપનાવીને તમે તમારા બાળકનો સારો શારીરિક વિકાસ કરી શકશો.