1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરઃ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડમાં વાહન હંકારવા મુદ્દે 187 ચાલકોના લાયસન્સ રદ કરાશે
સુરેન્દ્રનગરઃ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડમાં વાહન હંકારવા મુદ્દે 187 ચાલકોના લાયસન્સ રદ કરાશે

સુરેન્દ્રનગરઃ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડમાં વાહન હંકારવા મુદ્દે 187 ચાલકોના લાયસન્સ રદ કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દારૂ પીને વાહન હંકારનારાઓ તથા ઓવરસ્પીડ વાહન ચલાવનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડ વાહન હંકારવાના કેસમાં 187 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા પરીણામલક્ષી કામગીરી હાથ ધરી, જિલ્લામાં કેફી પીણુ પી ને વાહન ચલાવનાર, ટ્રાફીક નિયમોનો વારંવાર ભંગ કરનાર, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવર સ્પીડમાં વાહનો ચલાવનાર એમ કુલ-187 ઇસમોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા દર ત્રણ માસે ટ્રાફીક નિયમન અંગે કરેલ કાર્યવાહીની સમિક્ષા કરી એક કરતા વધુ વાર ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code