1. Home
  2. ગુજરાતી
  3. પીટી ઉષા ભારતીય ઓલમ્પિક સંઘની સંભાળશે કમાન – IOAની ચૂંટણીમાં એક માત્ર એકમાત્ર દાવેદાર
પીટી ઉષા ભારતીય ઓલમ્પિક સંઘની સંભાળશે કમાન – IOAની ચૂંટણીમાં એક માત્ર એકમાત્ર દાવેદાર

પીટી ઉષા ભારતીય ઓલમ્પિક સંઘની સંભાળશે કમાન – IOAની ચૂંટણીમાં એક માત્ર એકમાત્ર દાવેદાર

0
Social Share
  • પીટી ઉષાને મળી મોટી જવાબદારી
  • ભારતીય ઓલમ્પિક સંઘની સંભઆળતે કમાન

દિલ્હીઃ-દોડના ક્ષેત્રમાં જો પીટી ઉષાનું નામ લેવામાં આવે તો તે કોઈથી અજાણ નથી ત્યારે હવે   ભારતની મહાન એથ્લેટ પીટી ઉષા રમતગમતમાં મોટી જવાબદારી સંભળાવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત જોવા મળે  છે. તે બિનહરીફ ચૂંટાઈ શકે છે.ઉલ્લેખનીય છે કે  IOAની ચૂંટણી 10 ડિસેમ્બરે યોજાવાની છે. સ્પીકર પદ માટે પીટી ઉષા એકમાત્ર આશા છે. જો તે જીતશે તો આ પદ પર પહોંચનારી તે પ્રથમ મહિલા હશે.

એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા 58 વર્ષની ઉષા 1984 ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ્સની ફાઇનલમાં ચોથા સ્થાને રહી હતી. પીટી ઉષાને આ વર્ષે જુલાઈમાં રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. વિતેલા દિવસને રવિવારના રોજ તેમણે રરે ટોચના પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે તેમની ટીમના અન્ય 14 લોકોએ વિવિધ પદો માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા.

આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લે તારીખ 27 નવેમ્બર હતી જે પૂર્ણ થઈ ચૂકી છે તેથી હવે આ પદમાટેની હરોળમાં માત્રે એક પીટી ઉષા હોવાથી તેઓ આ જવાબદારી સંભાળતા જોવા મળશે , ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હાને શુક્રવાર અને શનિવારે કોઈ નામાંકન મળ્યું ન હતું, પરંતુ 24 ઉમેદવારોએ રવિવારે વિવિધ પદો માટે નામાંકન ભર્યું હતું. આ ચૂંટણીઓમાં ઉપપ્રમુખ (મહિલા), સંયુક્ત સચિવ (મહિલા)ના પદ માટે સ્પર્ધા થશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચાર સભ્યો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code