1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના 2146 ટ્રાફિક જંકશન પર હાઈટેક CCTV લગાવીને રોજના 10,000 E-મેમો ઈસ્યુ કરાશે
અમદાવાદના 2146 ટ્રાફિક જંકશન પર હાઈટેક CCTV લગાવીને રોજના 10,000 E-મેમો ઈસ્યુ કરાશે

અમદાવાદના 2146 ટ્રાફિક જંકશન પર હાઈટેક CCTV લગાવીને રોજના 10,000 E-મેમો ઈસ્યુ કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિકનો ભંગ કરનારા સામે ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે. શહેરના ભરચક ટ્રાફિકના જંકશનો પર સીસીટીવી લગાવવામાં આવેલા છે, પરંતુ  ઘણ જંકશનો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. શહેરમાં હાલ કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા લગાવાય છે. અને ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના અંદાજે 5 હજાર ઈ મેમો મોકલવામાં આવી રહ્યા છે.. જો કે હવે મ્યુનિ. નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવશે, જેના કારણે શહેરમાં કુલ 4497 કેમેરા થશે. જેથી ઈમેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. એટલે કે રોજના 10 હજાર ઈ-મેમો મોકલાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા હતા, જેમાંથી 34 બંધ છે. જ્યારે 196 કેમેરાનું મેઈન્ટેનન્સ ચાલે છે. આ 2351 સીસીટીવી કેમેરામાંથી સ્માર્ટ સિટી જંક્શનના 2097 કેમેરા છે, જે 130 જંક્શન પર લગાવવામાં આવ્યા છે, જ્યારે 254 કેમેરા એલએન્ડટીના છે, જે 82 જંક્શન પર લગાવાયા છે. જો કે હવે મ્યુનિ શહેરમાં બીજા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવશે, જેના કારણે અમદાવાદ શહેરમાં કુલ સીસીટીવી કેમેરા 4497 થઈ જશે, જેથી પહેલા કરતા સીસીટીવી કેમેરા બે ઘણા વધી જશે, જેથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈમેમો મોકલી શકાય. અત્યારે રોજના અંદાજે 5000 લોકોને ઈમેમો મોકલવામાં આવે છે પણ નવા કેમેરા પછી રોજ સરેરાશ 10 હજારને ઈ-મેમો મોકલી શકાશે.

ટ્રાફિક ડીસીપી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ હાલ સીસીટીવી નથી ત્યાં હાઈરિઝોલ્યુશન કેમેરા મૂકવામાં આવશે. આને કારણે ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પર નજર રાખી શકશે અને ક્યાંય પણ કાયદાનો ભંગ થતો હશે તો કાર્યવાહી થશે. ટ્રાફિક પોલીસ દર મહિને ઈ-મેમોથી સરેરાશ 7.5 કરોડનો દંડ વસૂલ કરતી હોય છે. ઉપરાંત રોડ પર લોકોના જીવજોખમમાં મુકી સ્ટંટ કરનારાઓ તથા લૂંટ સહિતના ગુનાના આરોપીઓ ભાગી ગયા હોય તેમને પકડવા માટે પણ આ સીસીટીવી કેમેરા મદદ રૂપ થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code