1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અડાલજના ત્રિમંદિરમાં અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું અધિવેશન યોજાશે
અડાલજના ત્રિમંદિરમાં અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું અધિવેશન યોજાશે

અડાલજના ત્રિમંદિરમાં અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું અધિવેશન યોજાશે

0
Social Share

અમદાવાદઃ શહેર નજીક આવેલા અડાલજના ત્રિમંદિર ખાતે આગામી તા. 16મી એપ્રિલે અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું નવમું અધિવેશન યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ઉપસ્થિતિ રહેશે. આ અધિવેશમાં દેશભરમાંથી આંજણા સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અધિવેશનને સફળ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા દાદા ભગવાનના ત્રિ મંદિર ખાતે અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનું નવમું અધિવેશન આગામી તા. 16મી એપ્રિલને રવિવારે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરી સહિત 12 રાજયોના દેશભરમાંથી આંજણા સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાના અઘ્યક્ષ વીરજીભાઇ જુડાલ અને મહામંત્રી જોગારામ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમવાર યોજાનારા આ મહાઅધિવેશન કર્તવ્યનિષ્ઠ શેઠ હરીભાઇ વી. ચૌઘરી ( સંરક્ષક)ના 75 વર્ષ પૂર્ણ થતાં તેમના યજમાન પદે યોજાઇ રહ્યું છે. આ મહાઅધિવેશનમાં શ્રી ૧૦૮ મહંત શ્રી દયારામજી મહારાજ શિકારપુર ( રાજસ્થાન ), રાજસ્થાનના મંત્રી અમરારામ ચૌઘરી, જાલોર- રાજસ્થાનના સાંસદ દેવજીભાઇ પટેલ, બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ સહિત આંજણા સમાજના પૂર્વ ઘારાસભ્યો- રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહેશે. આ મહાસભાના ઉપપ્રમુખ ભવરસિંહ આંજણા- ઉજ્જૈન તથા ભીમારામ પટેલ, બેંગ્લોર ( કર્ણાટક) સહિત વિવિઘ રાજયોના વિશાળ સંખ્યામાં અગ્રણીઓ હાજરી આપવાના હોવાથી આ કાર્યક્રમને સફળ બનાવવા અધિવેશનની તડામાર તૈયારીઓ અને વ્યવસ્થા માટે ગાંધીનગર અને અમદાવાદ ચૌઘરી શહેર સમાજ તથા ગાંધીનગર મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અગ્રણીઓ વિવિઘ જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code