મણીપુરમાં હિંસા બાદ માહોલમાં શાંતિ જાળવી રાખવા રાજ્ય સરકાર એક્શન મોડમાં , દરએક વિસ્તારમાં સુરક્ષાદળની એક એક ટીમ રહેશે તૈનાત
ઈમ્ફાલઃ- મણાીપુિરમાં 3 મેના રોજથી હિંસા વકરી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ હિંસામાં જીવ ગુમાવ્યા છે જો કે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને દરેક વિસ્તારમાં દળની એક એક ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શાંતિ જળવાઈ રહે અને હિંસક પ્રવૃત્તિઓને અટકાવવામાં સફળતા મળી રહે.
રાજ્ય સરકારે હિંસાની સ્થિતિ વચ્ચે નવી રણનીતિ અપનાવી છે જે પ્રમાણે હવે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ ફોર્સની ટુકડીઓને બદલે એક જ જગ્યાએ એક ફોર્સની ટુકડીઓ તૈનાત રહેશે. કેટલાક જિલ્લાઓમાં સૈન્ય તૈનાતી માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવશે.
આ સહીત હવે સેના કેટલાક વિસ્તારોમાં બફર ઝોન બનાવશે, જેથી ખીણના લોકોને પહાડી પર જતા અથવા પહાડીના લોકોને ખીણમાં આવતા અટકાવી શકાય.ઇમ્ફાલ અને પશ્ચિમી કાંગપોકપી સરહદ પર ગુરુવારે ફરી હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા દિવસોમાં અહીં સતત આગચંપી થતી હતી. સૈનિકો તૈનાત હોવા છતાં આ પ્રકારવની હિંસા સામે આવી હતી જેને લઈને હવે રાજ્યની સરકારે એક્શન પપ્લાન તૈયાર કર્યો છે.
વધુમાં જાણવા મળ્યું કે જવાનો વચ્ચે યોગ્ય તાલમેલના અભાવે આગચંપી-હિંસા પર કાબૂ મેળવી શકાયો નથી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે એક જગ્યાએ માત્ર એક ટુકડી તૈનાત કરવામાં આવે. આનાથી સંકલન સ્થાપિત કરવાનું સરળ બનશે.અને હિંસા થતા અટકાવવામાં પણ સફળતા મળશે.કમાન્ડ અને કંટ્રોલમાં સરળતા રહેશે. લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ સરળ રહેશે.
હાલ રાજ્યમાં 40 હજાર સેન્ટ્રલ ફોર્સ તૈનાત છે. જેમાં આસામ રાઇફલ્સ, ભારતીય સેના, BSF, CRPF અને ITBPનો સમાવેશ થાય છે. આ વિવિધ દળોની ટુકડીઓ બનાવવામાં આવી છે અને કોઈપણ ખતરનાક વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.