1. Home
  2. ગુજરાતી
  3. મૂળ ભારતીય નાગરિકને મળ્યો UAEનો આ પુરસ્કાર – જેના થકી 25 વર્ષ સુધી દર મહિને મળશે તેને લાખો રુપિયા
મૂળ ભારતીય નાગરિકને મળ્યો UAEનો આ પુરસ્કાર – જેના થકી 25 વર્ષ સુધી દર મહિને મળશે તેને લાખો રુપિયા

મૂળ ભારતીય નાગરિકને મળ્યો UAEનો આ પુરસ્કાર – જેના થકી 25 વર્ષ સુધી દર મહિને મળશે તેને લાખો રુપિયા

0
Social Share

દિલ્હીઃ- સંયુક્ત અરબ અમીરાતમાં મૂળ ભારતીય વ્યક્તિને દેશનો મેગા એવ્રોડ મળવા પામ્યો છે આ પુરસ્કાર યુએઈનો સૌથી મોટો પુરસક્રા માનવામાં આવે છે. કારણ કે જે અંતર્ગત પુરસ્કાર મેળવનારી વ્યક્તિને જદર વર્ષે 5,5 લાખ રુપિયા તે પણ 25 વર્ષ સુધી આપવામાં આવતા હોય છે.

અમીરાત ડ્રોના આયોજક પૌલ ચૅડરે કહ્યું: “મને આનંદ છે કે અમે લોન્ચ થયાના આઠ અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ફાસ્ટ-ફાઇવ માટે પ્રથમ વિજેતાની જાહેરાત કરી છે. અમે તેને ફાસ્ટ-ફાઇવ કહીએ છીએ કારણ કે તે સૌથી ઝડપી છે. કરોડપતિ બનવાની આ એક રીત છે.

મુળ ભારતીય યુએઈમાં લહેનારા મોહમ્મદ આદિલ ખાનને આ એવોર્ડ મળ્યો છએ તેમણે આ પુરસ્કતાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે કે મારા પરિવારમાં હું એકમાત્ર કમાનાર વ્યક્તિ છું. મારો સાથી એવો મારો ભાઈ પણ કોરોના દરમિયાન મૃત્યુ પામ્યો. હવે તેના પરિવારની સંભાળ લેવાની જવાબદારી પણ મારા માથે આવી ગઈ છે. મારે માતા-પિતા અને પાંચ વર્ષની પુત્રી છે.

વિદેશી મીડિયા રિપોર્ટ પર જો નજર કરીએ તો ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશના મોહમ્મદ આદિલ ખાનને ફાસ્ટ ફાઈવ ડ્રોના મેગા પ્રાઈઝના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો

જો મોહમ્મદ આદિલ ખાન વિશે જાણીએ તો તે  દુબઈમાં એક રિયલ એસ્ટેટ કંપનીમાં ઈન્ટિરિયર ડિઝાઈન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. ઈનામ તરીકે ખાનને 25 વર્ષ સુધી 25 હજાર દિરહામ એટલે કે 5,59,822 રૂપિયા પ્રતિ મહિને મળવા પાત્ર બને છે.આ એક ખૂબ મોટી રકમ છે કે જે આગળના 25 વર્ષ સુધી તેને મળતી રહેશે જેના કારણે પરિવારને મોટી આર્થિક સહાય થઈ જશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code