1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રના થાણેમાં પુલ નિર્માણકાર્યમાં ક્રેન પડવાથી દૂર્ઘટના સર્જાઈ , 16 કામદારોના મોત
મહારાષ્ટ્રના થાણેમાં પુલ નિર્માણકાર્યમાં ક્રેન પડવાથી દૂર્ઘટના સર્જાઈ , 16 કામદારોના મોત

મહારાષ્ટ્રના થાણેમાં પુલ નિર્માણકાર્યમાં ક્રેન પડવાથી દૂર્ઘટના સર્જાઈ , 16 કામદારોના મોત

0
Social Share

મુંબઈઃ- અવાર નવાર દેશભરમાંથી અનેક પ્રકારની દૂર્ઘટનાઓના સમાચાર સામે આવતા હોય છએ ત્યારે હવે મહારાષ્ટ્રના થાણેમાં ક્રેન પડવાની ઘટના બની હતી આ ઘટનામાં અહીં કામ કરતા 16 મજૂરોના મોત થયા હોવાનો એહેવાલ સામે આવ્યો છે.

આજરોજ મંગળવારે સમૃદ્ધિ એક્સપ્રેસવેના ત્રીજા તબક્કાના બાંધકામ દરમિયાન પુલના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ખાસ હેતુની મોબાઇલ ગેન્ટ્રી ક્રેન, ગર્ડર મશીન તૂટી પડ્યું હતું, પોલીસે જણાવ્યું હતું. તેનો ઉપયોગ હાઇવે અને હાઇ-સ્પીડ રેલ બ્રિજ બાંધકામ પ્રોજેક્ટ્સમાં પ્રિકાસ્ટ બોક્સ ગર્ડર્સ ઇન્સ્ટોલ કરવા માટે થાય છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુરમાં બની રહેલા સમૃદ્ધિ હાઈવે પર બનવા પામી છે.અહીં ફ્લાયઓવર બનાવવા માટે વપરાયેલી ક્રેન નીચે કામ કરતા મજૂરો પર પડી હતી. આ દર્દનાક અકસ્માતમાં 14ના મોત થયા હતા જ્યારે 3 ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. આ સહીત એનડીઆરએફની બે ટીમો સ્થળ પર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય છ લોકો ધરાશાયી થયેલા માળખામાં ફસાયા હોવાની આશંકા છે.

અહીં એજન્સીઓ સાથે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે. અધિકારીએ જણાવ્યું કે મૃત્યુઆંક વધવાની આશંકા છે. સમૃદ્ધિ મહામાર્ગ, હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના નામ પરથી મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ, મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે. જ્યા ઘટના બનવા પામી હતી.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code