1. Home
  2. ગુજરાતી
  3. કરણ જોહરની હાઉસ પાર્ટી અને ડ્રગ્સ કોન્ટ્રોવર્સીઃ ટ્વિટર યૂઝરે કરણને ઓપન લેટર લખી ભડાસ નિકાળી
કરણ જોહરની હાઉસ પાર્ટી અને ડ્રગ્સ કોન્ટ્રોવર્સીઃ ટ્વિટર યૂઝરે કરણને ઓપન લેટર લખી ભડાસ નિકાળી

કરણ જોહરની હાઉસ પાર્ટી અને ડ્રગ્સ કોન્ટ્રોવર્સીઃ ટ્વિટર યૂઝરે કરણને ઓપન લેટર લખી ભડાસ નિકાળી

0
Social Share

હાલ બી-ટાઉનમાં કરણ જોહર અને કરણની હાઉસ પાર્ટી ચર્ચાનો વિષય બની છે , કરણ જોહરની હાઉસ પાર્ટીનો વિડિયો વાયરલ થતા અનેક લોકો કરણ અને કેટલાક બોલિવૂડ એક્ટર્સને નિશાનો બનાવી રહ્યા છે તો સાંસદ મંન્જીદરે તો ડોપ ટેસ્ટની માંગ પણ કરી હતી ત્યારે હવે આ સ્ટોરીમાં ફરી એક વનો વળાંક આવ્યો છે, કરણ જોહરને ટ્રોલ કરનારા લોકોમાં એક ટ્વિટર યૂઝર્સનો વધારો થયો છે .

આ બી-ટાઉનની  હાઉસ પાર્ટીના વાયરલ થયેલા વિડીયો પર એક અનવેરીફાઈડ ટ્વિટર અકાઉંન્ટ પરથી કરણ જોહરને ઓપન લેટર લખીને પોસ્ટ કરવામાં આવ્યો છે.આ અકાઉન્ટનું નામ ‘નોટકંગના’ છે.આ જોતા તો હવે લાગી રહ્યું છે કે ફિલ્મ મેકરને હાઉસ પાર્ટી ખુબ ભારે પડી છે તો સાથે સોથે પાર્ટીમાં એન્જોય કરનારા બૉલિવૂડ એક્ટર્સ પણ ટ્રોલ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી  આ હાઉસ પાર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે સાસંદ મંજીન્દર સિરસાએ સોશિયલ મિડિયામાં એક વિડિયો શૅર કર્યો હતો જેમાં કેટલાક બૉલિવૂડ સ્ટાર્સ નશામાં જોવા મળ્યા હતા ત્યારે આ વિડિયોને લઈને એક ટ્વિટ્ર યૂઝરે કરણ જોહરને એક ઓપન લેટર લખ્યો છે જેમાં યૂઝર્સે લખ્યું છે કે  “શું તમારી ફિલ્મો સતત ફ્લોપ જવાના કારણે હવે તમે આ વિડિયોના માધ્યમથી સ્ટાર્સ સાથે તેમે કેટલા ક્લોઝ છો તે લોકોને જણાવવા માંગો છો હવે ભારત દેશ બદલાય ચુક્યો છે, જેમાં હવે લોકો સ્ટાર્સ અને સેલિબ્રીટી પૂજતા નથી ” આમ  યૂઝર્સે કરણ પર કટાક્ષ કર્યો હતો અને પોતાની ભડાસ કાઢી હતી.

આ લેટરમાં વધુમાં લખવામાં આવ્યું હતુ કે “ તમે પોતાના શૉમાં કોન્ટ્રોવર્સી વાળા સવાલોના જવાબ માંગીને બનતા સુધી હાર્દીક પંડ્યાનું કરીયર પુરુ કરી જ નાખ્યું હતું” આ ઉપરાંત  યૂઝર્સે  કરણને ક્રિટિસાઈઝ કરતા કહ્યું કે “એટલું જ નહી પરંતુ તમે યંગસ્ટર્સના વચમાં રહો છો છતા પણ તમે તેમને સમજી શકતા નથી”

ત્યારે અભિનેત્રી પાયલ રોહતગીએ પણ સિરસાને સપોર્ટ કર્યો છે અને વિડિયોના વિરુદ્વમાં કટાક્ષ કરતા આ વિડિયો પર ટ્વિટ કર્યું છે ,

https://twitter.com/Payal_Rohatgi/status/1156741231461851138

આ ટ્વિટર અકાંઉન્ટ નોટકંગના નામનું છે અને તેના યૂઝર્સએ જાણે કરણ જોહર પર ભડાસ કાઢી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે દિવસે ને દિવસે કરણની પાર્ટીનો વિવાદ વધતો જ જતો છે એક પછી  એક ટ્રોલર કરણને આડે હાથ લઈ રહ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code