સામાન્ય રીતે દરેક યુવતી ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાય આ માટે તે અવનવા પરિઘાન ઘારણ કરે છે તો સાથે જ જ્વેલરીથી લઈને ફૂટવેર પર પણ ખાસ ધ્યાન આપે છે પણ કપડા એ પ્રથમ પ્રાયોરિટી છે જેનાથઈ તમારો લૂક નિખરી આવે છે પરંતુ કેટલાક કપડા એવા હોય છે કે જે બદલતી ફેશન સાથે બદલાતા હોય છે જ્યારે કેટલાક પરિઘાન હોય છે કે જે એવરગ્રીન કહેવાતો હોય છે .
કોટનના સ્કર્ટ

આ સક્ર્ટ એવરગ્રીન ફેશન કહેવાય છે, જેને તમે ગમે ત્યારે અને ગમે તે ઓકેશન પર પહેરી શકો છો બસ તનારે આ સક્ર્ટ સાથે ઉપરના ટોપ ચેન્જ કરતા રહેવાનું છે કોઈ ઓકેશનમાં શર્ટ તો કોઈ ફંગશનમાં તમારે ક્રોપ ટોપ પહેરીને તેને સ્ટાઈલિશ બનાવી દેવાનું છે.એટલે કે કોટનના સ્કર્ટ તમે ગમે ત્યારે પહેરી શકો છો.
પ્લાઝો

પ્લાઝો એવું એક બોટમ વેર છે જેને તમે કુર્તી સાથે, ટી શર્ટ સાથે કે પછી ટોપ સાથે કેરી કરી શકો છો, આ પ્લાઝોની ફેશન ઓલ્ડ છે જે હાલ પણ ચલણ માં છે અને હંમેશા તે ચલણમાં રહે છે તેથી તમનારા કલેક્શનમાં કેટલાક નટરિયલ્સ અને મલ્ટિકકલરમાંમ પ્લાઝો રાખવા જોઈએ જેની સાથે અલગ અલગ ટોપ કેરી કરી તમે સ્ટાઇલિશ બની શકો છો.
કોટનના ટોપ

સામાન્ય રીતે કોટનના ટોપ કે જેની લેલ્થ ઘુંટણ સુઘીની હોય છે અથવા તેનાથી થોડી લાંબી હોય છે જેને તમે સ્કર્ટ, પ્લાઝો,જીન્સ સાથે પહેરી શકો છો આ ટોપમાં રાઉન્ડ પેટર્ન કે જે એવરગ્રીન પેટર્ન છે જે ક્યારેય ઓલ્ડ થતી નથી આ ટોપને તમારા કલેક્શનમાં સામેલ કરી શકો છો.સાથે જ આ ટોપમાં વર્ક વાળા ટોપ પ્લેન ટોપ અને અપર ડપર ટોપની પેટર્ન આવે છે જે કેરી કરી શકો છો.
સ્રગ અથવા કોટી કે જેકેટ

સ્રગ અથવા કોટી જે અવનવા રંગમાં ખાસ કરીને ડેનિમ માં કે કોટનમાં જેને તમારા સિલેક્શનમાં સામેલ કરવી જોઈએ કારણ કે આ કોટી કે સ્રગ તમે તમારી પ્લેન કુર્તી કે ટોપ પર કેરી કરી શકો છો અને તમારા ઓલ્ડ કપડાને ન્યુ લૂક આપી શકો છો સાથે જ આ કપડા એવરગ્રીન કહેવાય છે જેની ફેશન ઓલ્ડ નથી નથી વર્ષોથી કોટી અને સ્રગ નું ચલણ જોવા મળી રહ્યું છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

