કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન સરકારે કરી SITની રચના
જયપુર – વિતેલા દિવસને મંગળવારના રોજ રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના જ ઘરમાં ગોરો મારીને હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ રાજપૂત સેનાના સમર્થકો દ્વારા હત્યારાઓને પકડવા માટે આંદોલન શરૂ કર્યું અને બને તેટલી વહલી ટેક હત્યારાઓને પકડવાં જણાવ્યું
ત્યાર બાદ આજરો બુધવારે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી છે. આ SITની રચના એડીજી ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ કરવામાં આવી છે.
જાણકારી પ્રમાણે આ ટીમનું નેતૃત્વ એડીજી ક્રાઈમ દિનેશ એન. એમ કરશે. ડીજીપીએ કહ્યું કે હત્યા કેસના બંને આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. બંને પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે આ મામલે વધુ માં મિશ્રાએ કહ્યું કે જેઓ આરોપીઓ વિશે માહિતી આપશે તેમને 5-5 લાખ રૂપિયાનું ઈનામ મળશે અને પોલીસ હત્યારાઓને સક્રિયપણે શોધી રહી છે.