1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી-NCRમાં ઠંડા ધુમ્મસનો બેગણો હુમલો, 60 ફ્લાઈટ ડાયવર્ડ, ટ્રેન વ્યવહાર ખોરવાયો
દિલ્હી-NCRમાં ઠંડા ધુમ્મસનો બેગણો હુમલો, 60 ફ્લાઈટ ડાયવર્ડ, ટ્રેન વ્યવહાર ખોરવાયો

દિલ્હી-NCRમાં ઠંડા ધુમ્મસનો બેગણો હુમલો, 60 ફ્લાઈટ ડાયવર્ડ, ટ્રેન વ્યવહાર ખોરવાયો

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ દિવસભર ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, યૂપી અને ચંદીગઢ માટે ઘાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત પૂરા ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ જોવા મળે છે. હવામાન વિભાગએ રાજધાની દિલ્હીમાં આગલા 5 દિવસો સુધી ઘાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન છે. તીવ્ર ઠંડીને કારણે નોઈડા સહીત પૂરા ગૌતમબુદ્ધનગર જિલ્લામાં બે દિવસની રજા જાહેર કરી છે. ઘાઢ ધુમ્મસ અને ઓછી વિજિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ ડાયવર્ડ કરાઈ અને કેટલીક ટ્રેનોને પણ અસર થઈ છે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં 30 અને 31 ડિસેમ્બરએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જમ્મુમાં ઘાઢ ધુમ્મસ અને ઠંડીની અસર શુક્રવારે પણ જોવા મળી હતી.ઉત્તર ભારતમાં ગણી જગ્યાએ દિવસભર ધુમ્મસ છવાયું હતુ. દિલ્હી એનસીઆરમાં ગુરુવારે રાતે ઠંડી હવા સાથે ઘણા વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસ અને ઓછી વિજિબિલિટીના કારણે માર્ગ અકસ્માતના બનાવો બન્યાં હતા. ઘાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલી 60 ફ્લાઈટને ડાયવર્ડ કરવામાં આવી હતી. 134 ફ્લાઈટ અને 22 ટ્રેનો મોડી પડી હતી. IMD અનુસાર, યૂપી, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી,રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઘાઢ ધુમ્મસ છવાયું હતુ. પટિયાલા, અંબાલા, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, પાલમ, બરેલી, લખનૈ, વારાણસી અને ગ્વાલિયરમાં વિજિબિલિટી 30 મીટરથી ઓછી હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code