1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી ખાતાં લોકોએ દૂધની લૂંટ ચલાવી
ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી ખાતાં લોકોએ દૂધની લૂંટ ચલાવી

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી ખાતાં લોકોએ દૂધની લૂંટ ચલાવી

0
Social Share

રાજકોટઃ ગોંડલ નજીકના ચોરડી ગામ નજીક ગુરૂવારે સવારના દૂધ ભરેલું ટેન્કર પલ્ટી જતા દૂધની રેલમછેલ થવા પામી હતી. દૂધની નદી વહેતા લોકોએ વાસણો લઈ દૂધ ભરવા દોડાદોડી કરી હતી.

આ બનાવની વિગતો એવી છે. કે, જેતપુર નેશનલ હાઈ-વે પર ચોરડી ગામ નજીક દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. મિલ્ક ટેન્કર ઊંધું વહી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. સ્થાનિક લોકો રસ્તા પર ઢોળાયેલું દૂધ ભરવા માટે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત ડ્રાઇવર બેભાન હાલતમાં કલાકો સુધી કેબીનમાં પડ્યો રહ્યો હતો. લોકોએ ટેન્કરચાલકને બહાર કાઢવાને બદલે ઢોળાયેલું દૂધ ભરવા લાગ્યા હતા.

ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. મિલ્ક ટેન્કર ઊંધું વહી જતા રસ્તા પર દૂધની નદીઓ વહી હતી. સ્થાનિક લોકો રસ્તા પર ઢોળાયેલું દૂધ ભરવા માટે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત ડ્રાઇવર બેભાન હાલતમાં કલાકો સુધી કેબીનમાં પડ્યો રહ્યો હતો. ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી હતી. ગ્રામજનોએ દૂધ લેવા માટે ડોટ મૂકી હતી. લોકો વાસણો લઈ દૂધ ભરવા દોડી ગયા હતા.  દૂધ લૂંટવાની લાહ્યમાં માનવતાને નેવે મુકાઈ હતી. ટેન્કરના કેબિનમાં જોવાની કોઈએ તસ્દી લીધી ન હતી. ટેન્કરના કેબિનમાં ડ્રાઇવર બેભાન હાલતમાં પડ્યો હતો. જ્યારે સવારે ૯:૩૦ કલાકે ખબર પડી હતી કે ડ્રાઈવર કેબિનમાં ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં કેબીનમાં ફસાયો છે ત્યાર બાદમાં જાગૃત નાગરિકે 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી. ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાજકોટ સાઈડથી આવતું ટેન્કર જેતપુર તરફ જતું હતું. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા. લોકોએ ઘટનાના ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code