1. Home
  2. ગુજરાતી
  3. ક્યારેક જોઈ છે આવી ફેશન? સેલેબ્રિટી હીલ્સ પર ટેનિસ બોલ પહેરી જોવા મળી
ક્યારેક જોઈ છે આવી ફેશન? સેલેબ્રિટી હીલ્સ પર ટેનિસ બોલ પહેરી જોવા મળી

ક્યારેક જોઈ છે આવી ફેશન? સેલેબ્રિટી હીલ્સ પર ટેનિસ બોલ પહેરી જોવા મળી

0
Social Share

અમેરિકન એક્ટ્રેસ અને સિંગર ઝેન્ડાયાએ તાજેતરમાં ટેનિસ પ્લેયરથી ઈન્સપાયર્ડ એક લુક કેરી કર્યો. જેમાં મિની સ્કર્ટ અને સ્લીવલેસ ટોપમાં જોવા મળે છે. 27 વર્ષીય સ્ટારે કસ્ટમ સિલ્વર ડ્રેસ પહેર્યો છે, જેમાં શાનદાર ડીપ નેકલાઇન અને ટેનિસ કોર્ટની વિગતો છે.

લોકોનું ધ્યાન આકર્ષિત કરતી વસ્તુ તેના પગલાં હતા. એક્ટ્રેસે કસ્ટમ-મેઇડ વ્હાઈટ પંપ પહેર્યો હતો, સાથે અસલી ટેનિસ બોલ જોડેલો હતો. ફેન્સ પણ આ એક્સપરિમેન્ટથી ઝેન્ડાયાના ટેનિસ પ્રત્યેના પ્રેમનો અંદાજ લગાવી રહ્યા છે.

તસવીરોમાં એક્ટ્રેસ ઘણા સ્ટાઇલિશ પોઝ આપતી જોવા મળે છે. ચમકદાર ડ્રોપ-વેસ્ટ આઉટફિટમાં બ્લેક લાઈનિંગ છે. સ્કર્ટની મિની હેમલાઇન સાથે ટોપને સ્લીવલેસ રાખ્યું છે.

ફિલ્મ “ચેલેન્જર્સ” માં, ઝેન્ડાયા તાશીનું કિરદાર નિભાવ્યું છે, જે પૂર્વ ટેનિસ ચેમ્પિયન કોચ બને છે, ફિલ્મ તેના પતિ અને પૂર્વ મિત્રની આસપાસ ફરતો પ્રેમ ત્રિકોણ છે. તેથી જ ઝેન્ડાયાનો આ લુક પણ ટેનિસથી ઈન્સપાયર છે.

આ મોકા માટે ઝેન્ડાયાએ તેના ફ્રેશ કલરના સોનેરી વાળને ફ્લિપ આઉટ કરી હાફ વાળને ક્લચ કર્યા જે સ્પોર્ટી હાફ-અપ હેરડાઈનો લુક આપે છે. આ સાથે તેને તેના કાનમાં સિલ્વર ઈયરિંગ અને હાથમાં કેટલીક એસેસરીઝ સાથે શો ઓફ કર્યો હતો.

ઝેન્ડાયાએ મેકઅપ પણ સિમ્પલ અને ગ્લોઇંગ રાખ્યો હતો. ગાલને કોન્ટૂર કરવા સાથે, બ્લશ અને હાઇલાઇટર લગાવ્યું હતુ. સાથે આંખોને હેવી મસ્કરા અને આઈલાઈનર સાથે લાઈટ પિંક લિપ શેડ સાથે ડિફાઈન કર્યું હતુ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code