
અમદાવાદઃ ભારતીય બુલિયન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચતા 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 75000 પહોચ્યો છે. જ્યારે ચાંદીના ભાવ કિલોના 83000 આસપાસ રહ્યો હતો.
અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધીને રૂપિયા 75,000 થયો છે. જ્યારે સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 74,800 થયો છે. તેમજ ચાંદીનો ભાવ રૂપિયા 83,000 આસપાસ રહ્યો હતો. વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે ઘરઆંગણે બન્ને કિંમતી ધાતુ નવી ઊંચી સપાટી પર છે. રિસ્ક સામે રિટર્ન (શેરમાર્કેટ) ને સલામત રિટર્ન (સોના) વચ્ચે લાંબા સમયથી આગળ નીકળવાની રેસ ચાલતી હતી. સેન્સેક્સ બુધવારે નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી પ્રથમ વખત 75,000ના સ્તરની ઉપર બંધ રહ્યો હતો અને સોનું અમદાવાદ ખાતે 74,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ત્યારબાદ શુક્રવારે સેન્સેક્સ 793.25 પોઇન્ટ ઘટી 74,244.90ના લેવલે પહોંચ્યો તેની સરખામણીએ અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.300 ઉછળી રૂ.74,500ની નવી ઊંચી સપાટી પર પહોંચ્યું હતું. જે સરેરાશ એક વર્ષ બાદ આ પરિસ્થિતિ જોવા મળી છે.
માર્કેટના જાણકારોના કહેવા મુજબ અગાઉ માર્ચ 2023માં સેન્સેક્સ કરતાં સોનું આગળ નીકળ્યું હતું. જ્યારે ચાંદીમાં ઝડપી રૂ.500ના ઉછાળા સાથે પ્રતિ કિલોગ્રામ રૂ.83,000 ઉપર બોલાવા લાગી છે. જિયો પોલિટિકલ ઇશ્યુના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી સરેરાશ 50 ડોલર ઉછળી 2415 ડોલર અને ચાંદી 30 ડોલર તરફ કૂચ કરતા 29.30 ડોલર પહોંચી છે. વૈશ્વિક બજારોની તેજી અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા સોના-ચાંદીમાં તેજીને સપોર્ટ મળ્યો છે. 2024ના બીજા અર્ધવાર્ષિક ગાળાથી શેરબજારમાં ઘટાડો શરૂ થઈ શકે છે. વાસ્તવમાં વર્તમાન ટ્રેન્ડ અનોખો છે. સોનું અને શેરબજાર સામાન્ય રીતે એકસાથે વધતા નથી કે એકસાથે ઘટતા નથી. જ્યારે સોનું વધે છે ત્યારે શેરબજાર ઘટે છે. તેનાથી વિપરીત, જ્યારે સેન્સેક્સ વધે છે, ત્યારે સોનાના ભાવમાં ઘટાડો શરૂ થાય છે. અત્યારે વિપરીત વલણનું એક જ કારણ છે. કોમોડિટી-ઇક્વિટી રેશિયો ઘટીને 50-વર્ષના નીચા સ્તરે પહોંચ્યો છે. સેન્સેક્સ અને સોનામાં રોકાણ વચ્ચેનો તફાવત સેન્સેક્સ અને સોનામાં રોકાણ શું તફાવત છે અને કયું રોકાણ વધુ જોખમી છે.આ બાબતને ધ્યાનમાં લઇએ તો દેશની મોટી કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE પર લિસ્ટેડ છે. આ 30 શેરનો ઇન્ડેક્સ છે જે દરેક ટ્રેડિંગ દિવસે અપડેટ થતા રહે છે.