1. Home
  2. Agency
  3. News
  4. નાનકાના સાહેબની યાત્રા દરમિયાન ગૂમ થયેલી પંજાબી મહિલાના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો
નાનકાના સાહેબની યાત્રા દરમિયાન ગૂમ થયેલી પંજાબી મહિલાના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો

નાનકાના સાહેબની યાત્રા દરમિયાન ગૂમ થયેલી પંજાબી મહિલાના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો

0
Social Share

અમૃતસર, 15 નવેમ્બર, 2025: Punjabi woman went missing during the Nankana Sahib pilgrimage પાકિસ્તાનમાં આવેલું સિખોના પવિત્ર યાત્રાધામ નાનકાના સાહેબ એક અણધાર્યા વિવાદમાં આવ્યું છે. આ પવિત્ર યાત્રાધામની મુલાકાતે ગયેલા સિખ યાત્રાળુઓના જથ્થામાંથી એક મહિલા એકાએક ગૂમ થઈ જતાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી.

સરબજીત કૌર નામની આ મહિલાનું અપહરણ થયું હોવાનું માનવામાં આવતું હતું અને તેની મોટાપાયે શોધખોળ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ મહિલાએ ત્યાં નિકાહ કરી લીધા છે. આ ઘટના અંગે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી)ના મહામંત્રી ગુરચરણ સિંઘ ગ્રેવાલે કહ્યું હતું કે, યાત્રા દરમિયાન બનેલી આ ઘટના વખોડવાલાયક છે.

મીડિયા અહેવાલો અનુસાર, ગત 4 નવેમ્બરે ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે 1923 સિખ યાત્રાળુઓ નાનકાના સાહેબ પહોંચ્યા હતા.

ગ્રેવાલે કહ્યું કે, પાકિસ્તાન જતા જથ્થાનું આયોજન એસજીપીસી કરે છે. અમને એ માટે પરવાનગી મળે ત્યારે અમે અખબારોમાં જાહેરખબર આપીએ છીએ. યાત્રામાં આવવા માગતા લોકોના પાસપોર્ટ મગાવવામાં આવે છે જે સરકારને સુપરત કરીએ છીએ. સરકાર દ્વારા ગુપ્તચર ચકાસણી કર્યા બાદ અમે તે વિસા માટે મોકલી આપીએ છીએ. અમને ખેદ છે કે, ધાર્મિક યાત્રા દરમિયાન આવી ઘટના બની છે. અમને તો મીડિયા દ્વારા આ ઘટનાની જાણકારી મળી છે.

શું હતી ઘટના?

અકાલ તખ્ત સાહેબના જથેદારના નેતૃત્વ હેઠળ ગયેલા યાત્રાળુઓના જૂથે પાકિસ્તાનમાં 10 દિવસમાં વિવિધ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ જૂથ ભારત પરત આવ્યું ત્યારે તેમની સાથે સરબજીત નહોતી. પાકિસ્તાનના એક્ઝિટ રેકોર્ડમાંથી તેમજ ભારતમાં પુનઃ પ્રવેશના રેકોર્ડમાંથી સરબજીતનું નામ ગૂમ હતું.

સરબજીત ગૂમ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન બંનેની ગુપ્તચર એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.

દરમિયાન એવું જાણવા મળી રહ્યું છે કે, સરબજીતે મતાંતર કરી લીધું છે અને પાકિસ્તાનના એક વ્યક્તિ સાથે નિકાહ કરી લીધા છે. તેના નિકાહનામાની નકલ પણ હાથ લાગી હોવાનું કહેવાય છે.

એ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબના કપુરથલાની રહેવાસી સરબીજ કૌરે લાહોર નજીકના શેખપુરાના રહેવાસી નાસિર હુસેન સાથે લગ્ન કરી લીધા છે અને મતાંતર બાદ તેનું નામ નૂર રાખવામાં આવ્યું છે.

સરબજીતની ઉંમર 52 વર્ષ છે અને તેના પતિ સાથે છૂટાછેડા થયા પછી 30 વર્ષથી બે પુત્રો સાથે ઈંગ્લેન્ડમાં રહેતી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code