HomeગુજરાતીT20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ...

T20 વર્લ્ડ કપ 2026: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 19 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો

કોલંબો, 16 ફેબ્રુઆરી 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે માત્ર પાકિસ્તાનને હરાવ્યું જ નથી, પરંતુ એક કાંકરે બે પક્ષી માર્યા છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના 19 વર્ષ જૂના અતૂટ ગણાતા વર્લ્ડ રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ પાકિસ્તાન સામે ભવ્ય જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

15 ફેબ્રુઆરીના રોજ રમાયેલા આ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને રન દ્રષ્ટિએ કારમી હાર આપી હતી. 61 રનની આ જીત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સૌથી મોટી જીત સાબિત થઈ છે. બીજી તરફ, રનની દ્રષ્ટિએ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ બીજી સૌથી મોટી હાર છે. આ મોટી જીતનો પહેલો અને તાત્કાલિક ફાયદો એ થયો કે ભારત હવે સત્તાવાર રીતે સુપર-8 માં પહોંચી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારત આ ટૂર્નામેન્ટમાં સુપર-8માં ક્વોલિફાય થનારી બીજી ટીમ બની ગઈ છે. પાકિસ્તાન સામેની જીતે ભારતનો રસ્તો વધુ સરળ બનાવી દીધો છે.

ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ક્રિકેટ જગતમાં મોટો ઈતિહાસ રચ્યો છે. ભારતે હવે ICC ટૂર્નામેન્ટ્સમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2024 થી 2026 દરમિયાન ICC ટૂર્નામેન્ટમાં સતત 16 જીત ભારતે મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2006થી 2007 દરમિયાન સતત 15 મેચ જીતીને રોકોર્ડ સર્જયો હતો. જે પાકિસ્તાનને ગઈકાલની મેચમાં હરાવવાની સાથે ભારતીય ટીમે તોડી નાખ્યો છે.

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2023-24માં પણ આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સતત 14 મેચો જ જીતી શક્યા હતા. હવે ભારતે 16મી જીત સાથે આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ પણ વાંચોઃ એસ.જયશંકરે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદના અધ્યક્ષ સાથે વાતચીત કરી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular