1. Home
  2. ગુજરાતી
  3. ધર્મપરિવર્તન બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છે ઠગાઈ: અલાહાબાદ હાઈકોર્ટ
ધર્મપરિવર્તન બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છે ઠગાઈ: અલાહાબાદ હાઈકોર્ટ

ધર્મપરિવર્તન બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છે ઠગાઈ: અલાહાબાદ હાઈકોર્ટ

0
Social Share

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટએ ધર્માંતરણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ધર્મપરિવર્તન કર્યા પછી અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છેતરપિંડી સમાન છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકારને આ બાબતે જરૂરી સાવચેતી રાખવાનો કડક આદેશ આપ્યો છે.

હાઈકોર્ટએ જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, ત્યારે તેને SC વર્ગ અંતર્ગત મળતા તમામ લાભો તરત જ બંધ થઈ જવા જોઈએ. રાજયના સમગ્ર પ્રશાસનિક તંત્રને સૂચના આપી છે કે એવા કેસોની ઓળખ કરી, SC લાભોનો દુરૂપયોગ ન થાય તે સુનિશ્ચિત કરે.

અલ્હાબાદ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે, ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા અધિકારીઓને 4 મહિનાની અંદર આવા કેસોને ઓળખીને કાયદેસર પગલાં લેવા,  અલ્પસંખ્યક કલ્યાણ વિભાગના મુખ્ય સચિવને અલ્પસંખ્યક દરજ્જો અને SC દરજ્જા વચ્ચેનો અંતર કડકપણે લાગુ કરવા જરૂરી પગલાં ભરવા તેમજ ધર્માંતરણ બાદ પણ SC લાભ લેતા લોકો પર તાત્કાલિક કાર્યવાહી નિર્દેશ કરવામાં આવ્યો છે.

આ ચુકાદો જિતેન્દ્ર સહાની નામના વ્યક્તિએ કરેલી અરજી પર આવ્યો છે. સહાની સામે હિંદુ દેવ-દેવતાઓનું અપમાન અને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો આરોપ હેઠળ ACJM કોર્ટમાં કેસ ચાલે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code