ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ અને મીડિયા ઈન્ચાર્જ પ્રશાંત વાળાએ કાર્યભાર સંભાળ્યો
- કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ ભાજપપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ટોચના નેતાઓએ ગુજરાત ભાજપની ટીમ સાથે બેઠક યોજી
ગાંધીનગર, 29 ડિસેમ્બર, 2025: Gujarat BJP new team ગુજરાતમાં ભાજપના સંગઠનમાં નવા પદાધિકારીઓની જાહેરાત બાદ સૌએ કાર્યભાર સંભાળી લીધો છે. જોકે તે પહેલાં આજે સોમવારે, 29 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણી નેતાઓએ પક્ષના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પ્રદેશપ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિયુક્તિના લગભગ અઢી મહિના પછી થયેલી નવી ટીમની જાહેરાતમાં ખાસ કરીને મીડિયા વિભાગમાં બે અનુભવી અને પક્ષના પાયાના કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય પ્રવક્તા તરીકે ડૉ. અનિલ પટેલ તથા મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની નિયુક્તિએ વધુ એક વખત સાબિત કર્યું છે કે, ભાજપમાં જૂના, નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કર્મઠ કાર્યકરો-નેતાઓને યોગ્ય સમયે યોગ્ય જવાબદારી આપવામાં આવે છે.
ડૉ. અનિલભાઈ તેમજ પ્રશાંતભાઈ અગાઉ પણ આવી મહત્ત્વની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે તેથી તેમનો અનુભવ પક્ષને આગામી સમયમાં લાભદાયક રહેશે.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી સાથે નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ સાથે બેઠક યોજી તથા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ બેઠકમાં મારી સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી… pic.twitter.com/oxQYFjeoK6
— Jagdish Vishwakarma (@J_I_Vishwakarma) December 29, 2025
કમલમમાં યોજાઈ નવા પદાધિકારીઓની બેઠક
દરમિયાન, આજે સોમવારે ભાજપના કાર્યાલય કમલમ ખાતે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પક્ષની નવનિયુક્ત ટીમ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.
આજની આ બેઠક સંદર્ભે પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ.અનિલભાઇ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનના નવનિયુકત પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી.

ડૉ. અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશકત કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશમાં તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પહોંચાડવા હાકલ કરી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનની સુદ્રઢ અને સુનિયોજીત કાર્યશૈલી થકી બુથ સુઘીના કાર્યકર્તાને સાથે રાખી પક્ષની વિચારઘારા છેવાડાના માનવી સુઘી પહોંચાડવા આહ્વવાન કર્યું હતું.
ભાજપના મુખ્ય પ્રવક્તાએ માહિતી આપી કે, આ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશના નવનિયકુત તેમજ પુર્વ હોદ્દેદારોની સંયુકત બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા પૂર્વ પ્રદેશ પદાધિકારીઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રદેશના પૂર્વ પદાધિકારીઓએ નવનિયુક્ત પદાધિકારીઓને ઉલ્લાસપુર્ણ વાતાવરણમાં અભિનંદન પાઠવ્યા હતા અને સંયુકતપણે 24×7 પક્ષની કામગીરી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.


